ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. વર્લ્ડકપ 19મીએ સમાપ્ત થશે પરંતુ એક્શન ત્યારબાદ પણ ચાલુ રહેશે. ડિસેમ્બર મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થવાની છે, જેમાં ત્રણ ટી-20 અને એક ટેસ્ટ મેચની સિરીઝ યોજાશે. ઈંગ્લેન્ડે આ બંને શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
વર્લ્ડ કપ પછી, જ્યારે ભારતીય પુરૂષ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી રમશે, ત્યારે ભારતીય મહિલા ટીમ પણ એશિયન ગેમ્સ પછી પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. ટીમ ઈન્ડિયાને ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ તરફથી પડકારનો સામનો કરવો પડશે, જેના માટે ઈંગ્લિશ ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે. 6 ડિસેમ્બરથી શરૂ થનારા આ પ્રવાસમાં 1 ટેસ્ટ મેચ અને 3 ટી-20 મેચ રમાશે.
England T20I squad for the India series
⬅️ Nat Sciver-Brunt, Sophie Ecclestone return
❌ Kate Cross, Lauren Filer miss out️ The T20I series starts on December 6 at Wankhede.#INDvENG pic.twitter.com/9FYe07lNzc
— Women’s CricZone (@WomensCricZone) November 10, 2023
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે 10 નવેમ્બરે આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ માટે રાહતની વાત છે કે સ્ટાર સ્પિનર સોફી એક્લેસ્ટન આ પ્રવાસ પર ઉપલબ્ધ રહેશે. ડાબા હાથની સ્પિન ઓલરાઉન્ડર એક્લેસ્ટનને સપ્ટેમ્બરમાં ખભાની સર્જરી કરાવવી પડી હતી. તે ભારત પ્રવાસ સાથે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. ODI અને ટી-20માં પોતાની ઓળખ બનાવી ચૂકેલી યુવા સ્પિન ઓલરાઉન્ડર એલિસ કેપ્સીને પણ ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે અને તેના ડેબ્યૂની શક્યતા છે.
હિથર નાઈટની કપ્તાનીવાળી ઈંગ્લિશ ટીમ ભારત આવતા પહેલા 15 દિવસ માટે ઓમાનના પ્રવાસે હશે, જ્યાં ટીમ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેશે. આ કેમ્પ 17મી નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી ચાલશે. આ શ્રેણી સિવાય ઈંગ્લેન્ડ A ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જે ભારત A સામે 3 ટી-20 મેચોની શ્રેણી રમશે. જ્યાં સુધી ભારતીય ટીમનો સવાલ છે, BCCI આગામી થોડા દિવસોમાં ટીમની જાહેરાત કરશે.
England Test squad for the one-off Test against India
Chance for Alice Capsey and Bess Heath to make their Test debut
❌ Danielle Gibson, Issy Wong️ The Test match will be played from December 14-17 #INDvENG pic.twitter.com/RfaKomCbLE
— Women’s CricZone (@WomensCricZone) November 10, 2023
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ :
હીથર નાઈટ (કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, એલિસ કેપ્સી, કેટ ક્રોસ, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટન, લોરેન ફિલર, બેસ હીથ, એમી જોન્સ, એમ્મા લેમ્બ, નેટ સિવર-બ્રન્ટ, ડેની વ્યાટ
ઈંગ્લેન્ડની ટી-20 ટીમ:
હીથર નાઈટ (કેપ્ટન), લોરેન બેલ, માયા બોશિયર, એલિસ કેપ્સી, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટન, મહિકા ગૌર, ડેનિયલ ગિબ્સન, સારાહ ગ્લેન, બેસ હીથ, એમી જોન્સ, ફ્રેયા કેમ્પ, નેટ સિવર-બ્રન્ટ, ડેની વ્યાટ
6 ડિસેમ્બર- પ્રથમ ટી-20 મેચ, વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
9 ડિસેમ્બર- બીજી ટી-20 મેચ, વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
10 ડિસેમ્બર- 3જી ટી-20 મેચ, વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ)
14-17 ડિસેમ્બર- ટેસ્ટ મેચ, ડીવાય પાટિલ સ્ટેડિયમ (નવી મુંબઈ)
આ પણ વાંચો: રન ચેઝમાં સાઉથ આફ્રિકાનો પરસેવો છૂટી ગયો, હાર છતાં અફઘાનિસ્તાને દિલ જીતી લીધું