
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી એક મોટા અકસ્માતનો ભોગ બન્યા હતા. સદનસીબે, આ અકસ્માતમાં તેમનો જીવ માંડ-માંડ બચ્યો હતો. આ અકસ્માત સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ અને તેમની ભાભી અર્પિતા સાથે પુરીમાં થયો હતો, જ્યાં દરિયાના ઉછળતા મોજામાં તેમની સ્પીડબોટ દરિયામાં પલટી ગઈ હતી, ત્યારબાદ માછીમારો અને ત્યાં હાજર લોકોએ તેમનો જીવ બચાવ્યો હતો.
દરિયાઈ મોજાની ઝપેટમાં આવીને પલટી ગયેલી બોટમાં કુલ ચાર પ્રવાસીઓ હતા. આ ચાર પ્રવાસીઓમાં બે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીના ભાઈ અને ભાભી હતા. સદનસીબે આ અકસ્માતમાં ચારેય પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
VIDEO | Puri, Odisha: Cricket Association of Bengal (CAB) President and brother of former Indian cricket team captain Sourav Ganguly, Snehasish Ganguly, and his wife Arpita Ganguly were safely rescued after they encountered a horror as their speedboat capsized off Puri coast.… pic.twitter.com/rWCOB4bgYm
— Press Trust of India (@PTI_News) May 26, 2025
આ ઘટના શનિવારે સાંજે લાઈટહાઉસ પાસે બની હતી. જોરદાર મોજા સાથે અથડાયા બાદ સ્પીડબોટ તેનું સંતુલન ગુમાવી બેઠી અને પલટી ગઈ. મીડિયા સાથે વાત કરતા સૌરવ ગાંગુલીના ભાભી અર્પિતાએ કહ્યું, ‘ભગવાનની કૃપાથી, અમે બચી ગયા. હું હજુ પણ આઘાતમાં છું. આવું ન થવું જોઈએ અને દરિયામાં સ્પોર્ટ્સ ગેમ્સ અને એક્ટિવિટીનું યોગ્ય રીતે નિયમન થવું જોઈએ. કોલકાતા પાછા ફર્યા પછી, હું પુરીના એસપી અને ઓડિશાના મુખ્યમંત્રીને પત્ર લખીશ.
બંગાળના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ રણજી ટ્રોફીમાં બંગાળ માટે 59 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 2534 રન બનાવ્યા છે અને બે વિકેટ લીધી છે.
આ પણ વાંચો: IND vs ENG : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામે 1 મેચ રમવા માટે કેટલા પૈસા મળશે?