Women IPL રમાડવાને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનુ એલાન, આગામી વર્ષથી શરુ થશે ટૂર્નામેન્ટ

|

Feb 04, 2022 | 4:54 PM

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે દેશમાં મહિલા આઇપીએલ (Women IPL) શરૂ કરવા માટે પૂરતી સંખ્યામાં મહિલા ક્રિકેટરોની જરૂર છે, જેના કારણે બોર્ડ હાલમાં તેને શરૂ કરી રહ્યું નથી.

Women IPL રમાડવાને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનુ એલાન, આગામી વર્ષથી શરુ થશે ટૂર્નામેન્ટ
Sourav Ganguly એ મહિલા આઇપીએલ ને લઇને મોટી જાહેરાત કરી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ભારતમાં પુરૂષ ક્રિકેટને ઊંચાઈ પર લઈ જવા અને નવા ખેલાડીઓની મજબૂત ખાણ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. છેલ્લા 14 વર્ષમાં આ લીગમાં વડે અનેક મહાન ખેલાડીઓ ઉભરી આવ્યા છે, જેમણે ટીમ ઈન્ડિયા (Team India) માં પોતાની જગ્યા બનાવી છે. આ સાથે જ વિશ્વ ક્રિકેટમાં પણ ભારતીય ખેલાડીઓને ખાસ ઓળખ મળી છે. આવી સ્થિતિમાં, મહિલા IPLની માંગ પણ ઘણા સમયથી થઈ રહી છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેને અલગ-અલગ કારણોસર સ્થગિત કરી રહ્યું છે. હવે બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ એક મોટી જાહેરાત કરી છે. ગાંગુલીએ કહ્યું છે કે BCCI 2023થી મહિલા IPL શરૂ કરવા પર વિચાર કરી રહી છે.

વિશ્વની પ્રથમ T20 લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ કરવા છતાં, ભારતીય બોર્ડ છેલ્લા 15 વર્ષમાં મહિલા T20 લીગ શરૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેનાથી વિપરિત વિમેન્સ બિગ બેશ લીગ અને ઈંગ્લેન્ડ ટી20 બ્લાસ્ટ અને ધ હન્ડ્રેડ જેવી ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ ગઈ છે. તાજેતરના ભૂતકાળમાં, ભારતીય મહિલા ક્રિકેટરોએ પણ IPL જેવી ટૂર્નામેન્ટની જરૂરિયાત વિશે વાત કરી હતી. જોકે BCCIએ IPLની સાથે મહિલા T20 ચેલેન્જ નામની ટુર્નામેન્ટ ચલાવી હતી, પરંતુ 3 ટીમોની તે ટુર્નામેન્ટમાં માત્ર 4 મેચ જ રમાય છે અને તે પણ માત્ર 2 સિઝન માટે જ યોજાઈ શકી છે.

2023માં પુરૂષો IPL જેટલી મોટી ટુર્નામેન્ટ રમાશે

સ્વાભાવિક રીતે, મહિલા ક્રિકેટ પ્રત્યેના આ વલણને કારણે BCCI અને ખાસ કરીને વર્તમાન પ્રમુખ ગાંગુલીની ઘણી ટીકા થઈ છે. હવે ગાંગુલીએ કહ્યું છે કે બોર્ડ હાલમાં તેની તૈયારી કરી રહ્યું છે અને 2023થી પુરૂષોની IPL જેટલી મોટી ટૂર્નામેન્ટ શરૂ થશે. ગાંગુલીએ ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, અમે એક વ્યાપક મહિલા IPL તૈયાર કરવા પર કામ કરી રહ્યા છીએ. આ ચોક્કસપણે થશે. મને ખાતરી છે કે 2023 મોટી મહિલા આઈપીએલ શરૂ કરવા માટે સારો સમય હશે, જે પુરુષોની આઈપીએલ જેટલી મોટી અને સફળ હશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગાંગુલીના નિવેદનને લઈને હોબાળો થયો હતો

ગાંગુલીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોર્ડ મહિલા આઈપીએલ શરૂ કરવા માંગે છે, પરંતુ દેશમાં પૂરતી સંખ્યામાં મહિલા ખેલાડીઓની જરૂર છે. ગાંગુલીના નિવેદને ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. કારણ કે તેમના રાજ્ય સંગઠન, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે સપ્તાહમાં 90 ખેલાડીઓના ડ્રાફ્ટ સાથે છ ટીમની મહિલા T20 લીગની જાહેરાત કરી હતી. હાલમાં, આ વર્ષે મહિલા ક્રિકેટરોને ફરી એકવાર 4 મેચની T20 ચેલેન્જ ટૂર્નામેન્ટ વડે ચલાવી લેવુ પડશે.

 

આ પણ વાંચોઃ IPL Mega Auction: મહેન્દ્રસિંહ ધોની અને ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ પર બોલી લગાવતા આવશે નજર, ઓક્શનમાં ટીમ માલિકો સાથે રહેશે હાજર!

 

આ પણ વાંચોઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડ સેક્રેટરી જય શાહ સાથેના સંબંધોને લઇ દિલ ખોલીને કહી આ વાત, જાણો શુ કહ્યુ

Published On - 4:47 pm, Fri, 4 February 22

Next Article