51મા જન્મદિવસે સૌરવ ગાંગુલીએ ઓનલાઈન કોર્સની કરી જાહેરાત; જય શાહ-સુરેશ રૈનાએ પાઠવી શુભકામના

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને મહાન કપ્તાન સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. આજના દિવસે ગાંગુલીએ લીડરશીપ અંગેના તેના ઓનલાઈન કોર્સની જાહેરાત કરી હતી.

51મા જન્મદિવસે સૌરવ ગાંગુલીએ ઓનલાઈન કોર્સની કરી જાહેરાત; જય શાહ-સુરેશ રૈનાએ પાઠવી શુભકામના
Sourav Ganguly Masterclass
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:22 PM

વિશ્વ ક્રિકેટમાં દાદાના હુલામણા નામથી જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. જન્મદિવસના અવસર પર સૌરવ ગાંગુલીએ એક ખાસ જાહેરાત કરી હતી અને એપ્લિકેશન લોન્ચ કરી હતી.

સૌરવ ગાંગુલી માસ્ટરક્લાસ

પોતાના 51મા જન્મદિવસ પર દાદાએ ‘સૌરવ ગાંગુલી માસ્ટરક્લાસ’ની જાહેરાત કરી હતી. આ એક એપ્લિકેશન છે, જેમાં લીડરશીપ અંગેનો ઓનલાઈન કોર્સ છે. આ સૌરવ ગાંગુલીનો આ સૌપ્રથમ ઓનલાઈન કોર્સ છે જેની તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.

ટ્વિટ કરી આપી જાણકારી

સૌરવ ગાંગુલીએ આ કોર્સની તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી હતી અને ખાસ મેસેજ પણ લખ્યો હતો. ગાંગુલીએ લખ્યું, ‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 16+ વર્ષ અને અસંખ્ય મેચો પછી… 51મા જન્મદિવસે, હું મારા અનુભવોનો સરવાળો કરી તમારા માટે લઈને આવ્યો છું “સૌરવ ગાંગુલી માસ્ટરક્લાસ”. એક એવી એપ્લિકેશન કે જેમાં લીડરશીપ પર મારો પ્રથમ ઓનલાઈન કોર્સ ફક્ત તમારા માટે. ખૂબ જ ટૂંકા સમયમાં આ એપ્લિકેશનને સફળતાપૂર્વક લોન્ચ કરવા અને ટેકનિકલ સપોર્ટ માટે ક્લાસપ્લસનો હું આભાર માનું છું. તમે લોકો હંમેશા એક પરિવાર છો. ક્લાસપ્લસ અને હું, સાથે મળીને આ કોર્સથી તમામને લીડરશીપ વિષયમાં શિક્ષણ આપવાનો પ્રયાસ કરીશું.’

આ પણ વાંચો : PHOTOS : ડોમિનિકામાં ટેસ્ટ રમવા રવાના થઈ ભારતીય ટીમ, એરપોર્ટ પર મસ્તી કરતા જોવા મળ્યા ખેલાડીઓ

જય શાહ-સુરેશ રૈનાએ પાઠવી શુભકામના

આજે સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર વિશ્વભરના સ્ટાર ક્રિકેટરોએ તેમને બર્થ ડે વિશ કરી હતી. BCCI સેક્રેટરી જય શાહ અને સુરેશ રૈનાએ તેમના આ લીડરશીપ પ્રોગ્રામ અંગે સૌરવ ગાંગુલીને શુભકામનાઓ પાઠવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:12 pm, Sat, 8 July 23