મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વાર IPL ચેમ્પિયન બન્યુ છે. ધોનીએ સંઘર્ષ સાથે ટીમને પ્લેઓફમાં પહોંચાડ્યા બાદ સીધા ફાઈનલમાં પહોંચીને ટાઈટલ જીત્યુ હતુ. ધોની સિઝન દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં ભરોસાને સ્થાન આપતો હોય છે. એટલે કે જેની પર તેને ભરોસો બંધાઈ જતો હોય છે, તે કંઈક કરી શકે એમ છે તેને તે ટીમમાં સામેલ રાખતો હોય છે. શ્રીલંકન બોલર મથિશા પથિરાણા ધોનીનો ભરસો જીતવામાં સફળ હતો. પથિરાણાએ શાનદાર પ્રદર્શન વડે સૌને પ્રભાવિત કર્યા હતા.
ધોનીનો ભરસો ધરાવતો પથિરાણા હાલમાં ઘર આગણે જ સફળ રહ્યો નથી. અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની શરુઆત થઈ છે. પ્રથમ વનડે મેચમાં પથિરાણાનુ પ્રદર્શન ખાસ રહ્યુ નથી. પથિરાણાને આઈપીએલના પ્રદર્શનના આધાર પર શ્રીલંક ટીમમાં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. પરંતુ આ મોકા પર જ તેના વનડે કરિયરની શરુઆત ધુલાઈ સાથે થઈ હતી.
Not the result we hoped for 😔 Afghanistan takes a 1-0 lead in the series with a 6 wicket win over Sri Lanka.#SLvAFG pic.twitter.com/4WrhStbjDy
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 2, 2023
અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકાના પ્રવાસે પહોંચી છે. જ્યાં 3 વનડે મેચની સિરીઝ બંને દેશ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ વનડે મેચ 6 વિકેટથી અફઘાનિસ્તાને જીતી લીધી છે. પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાએ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારુ પ્રદર્શ કરનાર મથિશા પથિરાણાને તક આપી હતી. આમ ડેબ્યૂ મેચમાં જ પથિરાણાની બોલિંગ ખાસ જોવા મળી હતી. તેના પ્રદર્શનમાં બદલાવનો અફઘાન બેટરોએ પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પથિરાણા સામે હરીફ ટીમના બેટરો ખૂબ રન નિકાળ્યા હતા અને મેચ એક તરફી બની ગઈ હતી.
🎉🏏 Exciting moment for Matheesha Pathirana as he receives his One Day International cap from skipper Dasun Shanaka! 🙌#SLvAFG pic.twitter.com/2EaBAXYwzC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 2, 2023
પથિરાણાએ કરેલી બોલિંગને લઈ હવે ચર્ચા પણ થવા લાગી છે કે, આઈપીએલમાં જબરદસ્ત બોલિંગ કરી રહ્યો હતો અને ઘરે જઈ કેમ ભૂલી ગયો. પથિરાણાની બોલિંગ બેઅસર હતી. શ્રીલંકા તરફથી સૌથી વધારે રન પથિરાણાએ લુટાવ્યા હતા. પથિરાણાએ 8.5 ઓવરમાં 66 રન લુટાવ્યા હતા.
બેટરોએ પુરો ફાયદો ઉઠાવ્યો હતો પરંતુ પથિરાણા તેની લાઈન અને લેન્થ જ જાણે ચુકી ગયો હતો. 8.5 ઓવરમાં પથિરાણાએ 16 વાઈડ બોલ કર્યા હતા. આમ વાઈડ વડે પણ શ્રીલંકાને મોટુ નુક્શાન કરી દીધુ હતુ. પથિરાણાએ ચેન્નાઈ માટે આઈપીએલમાં 12 મેચ રમીને 19 વિકેટ ઝડપી હતી. જ્યારે અફઘાનિસ્તાન સામે માત્ર એક જ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 268 રન નોંધાવ્યા હતા. જેમાં ચરિથ અસલંકાએ સૌથી વધારે 91 રનની ઈનીંગ રમી હતી. આ લક્ષ્યને શ્રીલંકાએ નિર્ધારીત ઓવરથી ત્રણ ઓવર પહેલા જ 4 વિકેટ ગુમાવીને પાર કરી લીધુ હતુ. અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ જાદરાને 98 રન અને રહમત શાહે 55 રન નોંધાવ્યા હતા.
Published On - 9:17 am, Sat, 3 June 23