ન્યૂઝીલેન્ડ સામે આજથી વનડે સિરીઝની શરુઆત થઈ છે. આજે પ્રથમ વનડેમાં ભારતીય ટીમે પ્રથમ બેંટિગ કરીને મોટો સ્કોર ઉભો કર્યો છે. આ મેચમાં શુભમન ગિલે બેવદી સદી ફટકારી છે. આજની મેચમાં શુભમન ગિલની બેટથી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી જોવા મળી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ વનડે મેચ શરુ થી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બેંટિગ પસંદ કરી હતી. શુભમન ગિલની આક્રમક રમતને કારણે ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન સાથે 349 રન બનાવ્યા હતા.
શુભમન ગિલ અંતિમ ઓવરના બીજા જ બોલ પર આઉટ થયો હતો. શુભમન ગિલ 149 બોલમાં 208 રન મારી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે દિગ્ગજ ક્રિકેટરોના રેકોર્ડની બરાબરી કરી છે અને ઘણાનો રેકોર્ડ પણ તોડયા છે. શુભમન ગિલે આજે 87 બોલમાં સદી ફટકારી હતી અને 145 બોલમાં જ બેવદી સદી ફટકારી સૌને ચોંકાવી દીધા હતા. શુભમન ગિલે આ પહેલા જ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે મેચમાં પણ ધમાકેદાર બેટિંગ કરી હતી.
A SIX to bring up his Double Hundred
Watch that moment here, ICYMI #INDvNZ #TeamIndia @ShubmanGill pic.twitter.com/8qCReIQ3lc
— BCCI (@BCCI) January 18, 2023
…
Take a bow, @ShubmanGill #INDvNZ pic.twitter.com/wwvQslGTxb
— BCCI (@BCCI) January 18, 2023
આ પણ વાંચો : 13 વર્ષમાં 10 બેવડી સદી ફટકારનાર 8 ખેલાડીઓ
23 વર્ષ 132 દિવસની ઉંમર ધરાવતો શુભમન ગિલ વનડેમાં બેવડી સદી મારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. આ પહેલા ગયા વર્ષે ઈશાન કિશને 24 વર્ષ 145 દિવસની ઉંમરમાં બેવડી સદી મારી હતી. આ સિવાય બેવડી સદી ફટકારનાર તમામ ખેલાડી મોટી ઉંમરના છે.
2⃣0⃣0⃣ !
!
One mighty knock!
The moment, the reactions & the celebrations
Follow the match https://t.co/IQq47h2W47 #TeamIndia | #INDvNZ | @ShubmanGill pic.twitter.com/sKAeLqd8QV
— BCCI (@BCCI) January 18, 2023
વનડેમાં બેવદી સદી મારનાર શુભમન ગિલ 5મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સચિન, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશને આ કમાલ કરી બતાવ્યું હતું. શુભમન ગિલે ફટકારેલી બેવદી સદી વનડેની 10મી બેવડી સદી છે. ક્રિસ ગેલ, માર્ટિન ગપ્ટિલ, ફકર ઝમાન, સચિન, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશન બાદ વનડેમાં બેવડી સદી ફટકારનાર તે 8મો ખેલાડી બન્યો છે.
શુભમન ગિલે માત્ર 19 વનડેમાં 1000 રન પૂરા કર્યા છે. આ સાથે જ તેણે વિરાટ કોહલી અને શિખર ધવનના 24 વનડેમાં 1000 રન પૂરા કરવાના રેકોર્ડને પણ તોડ્યો છે.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 21 વનડેમાં 1000 રન પૂરા કર્યા હતા. જણાવી દઈએ કે વનડેમાં સૌથી ઝડપી 1000 રન ફખર જમાંએ ફટકાર્યા હતા. તેમણે 18 વનડેમાં 1000 રન પૂરા કર્યા હતા. વનડેમાં તેણે પોતાની ત્રીજી સદી મારી છે. તેણે શિખર ધવન પછી સૌથી ઝડપથી ત્રીજી સદી ફટકારી છે.
Published On - 5:20 pm, Wed, 18 January 23