ભારતીય ક્રિકેટ ટીમના (Team India) મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) માટે છેલ્લા કેટલાક સપ્તાહ શાનદાર સાબિત થયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા જંગી રકમમાં ખરીદ્યા પછી આઈપીએલ 2022ની હરાજીમાં તેને માત્ર કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન પણ મજબૂત કરી રહ્યો હોય તેવું લાગે છે. આ સાથે તેણે ગયા મહિને વનડે અને ટી20 મેચમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને તેનું તેને ઈનામ મળ્યું છે. શ્રેયસ અય્યરને ICC દ્વારા મહિનાનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર (ICC Player Of The Month Award) જાહેર કરવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરે UAEના બેટ્સમેન વૃત્યા અરવિંદ અને નેપાળના ઓલરાઉન્ડર દીપેન્દ્ર સિંહ એરીને હરાવી એવોર્ડ જીત્યો હતો. બેંગ્લોર ટેસ્ટમાં શ્રીલંકા સામેની બંને ઈનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યરે ગયા મહિને પણ કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં, શ્રેયસને શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે ત્રીજા સ્થાને મોકલવામાં આવ્યો હતો અને શ્રીલંકાની ટીમ ત્રણ મેચની આ શ્રેણીમાં એક વખત પણ તેને આઉટ કરી શકી ન હોતી.
શ્રીલંકા સામે ટી20 સીરિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદગી પામેલા શ્રેયસે ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી. આ ત્રણેય મેચોમાં ઐયરએ 174ના આશ્ચર્યજનક સ્ટ્રાઈક રેટથી 204 રન બનાવ્યા હતા. તે જ સમયે, શ્રેયસે આ શ્રેણી પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે બે સારી ઈનિંગ્સ રમી હતી. શ્રેયસે વિન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં 80 રન બનાવ્યા હતા, જેના આધારે ટીમ ઈન્ડિયા જીતી હતી. ત્યારબાદ છેલ્લી T20 મેચમાં માત્ર 16 બોલમાં 25 રન બનાવ્યા હતા.
Unveiling the ICC Players of the Month for February 2022 👀
⬇️ ⬇️ ⬇️
— ICC (@ICC) March 14, 2022
આ પણ વાંચો : IPL 2022માંથી 26 ખેલાડીઓ રહેશે બહાર, દિલ્હી અને લખનૌ ફ્રેન્ચાઈઝીને સૌથી વધુ નુકસાન થશે