
IPLની 16મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરને પીઠની ઈજાને કારણે આખી સિઝન માટે બહાર થઈ ગયો. હવે અય્યરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના ફોટામાં જોવા મળ્યો હતો. જે ધનશ્રીએ 8 એપ્રિલે પોસ્ટ કરી હતી.
ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર તેમજ સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે. શ્રેયસ ઐય્યરની બહેન શ્રેષ્ઠા ઐય્યર ઉપરાંત, તે તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરેલા ફોટોમાં શ્રેયસ અય્યર સાથે પણ જોવા મળી છે.
Chahal to Shreyas Iyer#RRvsDC#MIvsCSK pic.twitter.com/R1OmqhMqj4
— Arib (KKR ) (@los_pollosss) April 8, 2023
આ પણ વાંચો : Video-મોટા શહેરોની ભીડમાં સ્પોર્ટ્સ માટે ગજબ ‘આઈડીયા’, ઉપર વાહનોની દોડાદોડ નિચે ક્રિકેટ, બેડમિન્ટન સહિતની રમત
રમઝાન નિમિત્તે ત્રણેય તેમના અન્ય મિત્રો સાથે ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પહેલા પણ ધનશ્રી વર્મા અને શ્રેયસ અય્યર ઘણી વખત સાથે જોવા મળ્યા છે, જેના કારણે આ ફોટો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Yum yum yum……#ShreyasIyer @ShreyasIyer15 pic.twitter.com/Zv14gVeVad
— Shreyas Aryan (@Ariyen34) April 8, 2023
અય્યરની વાત કરીએ તો, તે IPLની 16મી સિઝનમાંથી બહાર રહેવાની સાથે જૂનની શરૂઆતમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચમાંથી બહાર થઈ ગયો છે. અય્યર આ વર્ષે પીઠના દુખાવાની સમસ્યાથી ઝઝૂમતો જોવા મળ્યો છે, જેના કારણે તેણે હવે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો છે અને આવી સ્થિતિમાં તે લગભગ 3 મહિના સુધી મેદાનની બહાર રહે તેવી શક્યતા છે.
Shreyas iyer & Dhanashree ka kya scene hai bro ❓️❓️❓️
feel for #yuzi Bhai#IPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/3N1JMLmIv3
— (@RealDevesh7) April 8, 2023
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો