IND vs SL: શ્રેયસ અય્યરે સળંગ ત્રણ અર્ધશતક વડે અનેક રેકોર્ડ કર્યા પોતાના નામે, T20 આમ કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન

|

Feb 28, 2022 | 9:44 AM

શ્રેયસ અય્યરે (Shreyas Iyer) શ્રીલંકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 204 રન બનાવ્યા છે અને તે એક પણ મેચમાં અણનમ રહ્યો હતો.

IND vs SL: શ્રેયસ અય્યરે સળંગ ત્રણ અર્ધશતક વડે અનેક રેકોર્ડ કર્યા પોતાના નામે, T20 આમ કરનારો પ્રથમ ભારતીય બેટ્સમેન
Shreyas Iyer એ સિરીઝની ત્રણેય મેચમાં અણનમ અર્ધશતક લગાવ્યા હતા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) ફરી એકવાર ઘરઆંગણે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે અને શ્રીલંકાને ત્રણ મેચની T20 શ્રેણી  માં 3-0 થી હરાવ્યું છે. શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket Team) આખીય શ્રેણીમાં ભારત સામે ટક્કર આપી શકી નહોતી. ભારતની શ્રેણી જીતમાં ઘણા યુવા સ્ટાર્સ ચમક્યા હતા, પરંતુ જે ખેલાડી સૌથી વધુ ચમક્યો તે મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં મિડલ ઓર્ડરને સંભાળવાની જવાબદારી શ્રેયસ પર હતી અને આ બેટ્સમેને આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી.

બેટ્સમેન શ્રેયસ કેટલો સક્ષમ છે તે બધા જાણે છે અને આ સિરીઝમાં તેણે કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની જવાબદારી નિભાવવામાં સક્ષમ છે. આ સિરીઝમાં શ્રેયસે પોતાની બેટિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

સમગ્ર શ્રેણીમાં અણનમ રહ્યો

શ્રેયસ આ સમગ્ર શ્રેણીમાં અણનમ રહ્યો, શ્રીલંકાના કોઈ બોલર તેને આઉટ પણ કરી શક્યા નહીં. તે ત્રણેય મેચમાં અણનમ રહ્યો હતો. શ્રેયસે આ ત્રણ મેચમાં કુલ 204 રન બનાવ્યા અને આ સાથે તે ત્રણ મેચની T20 શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલીને પાછળ રાખી દીધો છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે 199 રન બનાવ્યા હતા.

કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી શ્રેણીમાં પણ 183 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 164 રન બનાવ્યા હતા. રોહિતે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે અનુક્રમે 162 અને 159 રન બનાવ્યા હતા.

આમ કરનાર ચોથો ભારતીય

શ્રેયસે આ શ્રેણીમાં અડધી સદીની હેટ્રિક ફટકારી હતી. તેણે પ્રથમ મેચમાં અણનમ 57, બીજી મેચમાં અણનમ 74 અને ત્રીજી મેચમાં અણનમ 73 રન બનાવ્યા હતા. T20I માં અડધી સદીની હેટ્રિક મારનાર તે ચોથો ભારતીય છે. તેની પહેલા વિરાટ કોહલી ત્રણ વખત આ કામ કરી ચુક્યો છે જ્યારે કેએલ રાહુલે બે વખત અડધી સદીની હેટ્રિક ફટકારી છે.

આ સાથે જ રોહિત શર્માએ એક વખત અડધી સદીની હેટ્રિક ફટકારી છે. આ મજબૂત પ્રદર્શન માટે, શ્રેયસને ત્રીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન બાદ શ્રેયસ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર T20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: રોહિત શર્મા માટે શ્રીલંકાનો આ બોલર બન્યો માથાનો દુઃખાવો, હિટમેનને T20 સિરીઝમાં પરેશાન કરી દીધો

આ પણ વાંચોઃ Ranji Trophy 2022: ચિરાગ જાનીની બેવડી સદી બાદ જાડેજાના સ્પિનનો જાદુ, સૌરાષ્ટ ટીમનો ઇનિંગ્સથી શાનદાર વિજય

 

Published On - 9:43 am, Mon, 28 February 22

Next Article