શિખર ધવન ટીમ ઈન્ડિયામાંથી હાલ બહાર ચાલી રહ્યો છે, પરંતુ તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર શિખર ધવન એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી શકે છે. આ અંગે BCCI જલ્દી જાહેરાત પણ કરી શકે છે. ખાસ વાત એ છે એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. એવામાં બધાની નજર એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ટીમ ઈન્ડિયા પર રહેશે.
એશિયન ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. જે માટે જલ્દી ટીમ ઈન્ડિયાનીં જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે BCCI શિખર ધવનને ટીમના નેતૃત્વની જવાબદારી સોંપશે. શિખર પાસે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો બહોળો અનુભવ છે અને તેણે અગાઉ પણ ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી છે.
Shikhar Dhawan likely to lead India for the Asian Games.
This year’s Asian Games BCCI decide to send both Men’s and Women’s team.#AsianGames #ShikharDhawan pic.twitter.com/EqBGgIf5kC
— Surinder (@navsurani) June 25, 2023
જે ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હશે તેઓ વર્લ્ડ કપ 2023માં રમી શકશે નહીં. BCCI એશિયન ગેમ્સ માટે B ટીમને ચીન મોકલશે. જેમાં પૃથ્વી શો, રિંકુ સિંહ, તિલક વર્મા જેવા નામો પણ હોઈ શકે છે અને ટીમની કપ્તાની શિખર ધવનને સોંપવામાં આવી શકે છે.
શિખર ધવનને અગાઉ પણ ભારતની ‘B’ ટીમના કેપ્ટન તરીકે મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2021માં જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે જ સમયે ભારતની B ટીમને શ્રીલંકામાં સીરિઝ રમવા મોકલવામાં આવી હતી, ત્યારે શિખર ધવને જ ટીમની કપ્તાની કરી હતી.
Shikhar Dhawan likely to get a chance on the West Indies tour 👀#INDvsWI #TeamIndia #ShikharDhawan #BCCI #CricketTwitter pic.twitter.com/uPeFi5gzwx
— InsideSport (@InsideSportIND) June 23, 2023
આ પણ વાંચોઃ Rinku Singh Debut: રિંકુ સિંહનું 38 દિવસ બાદ પુરુ થઇ શકે છે સ્વપ્ન, શરૂ કરી દીધી તૈયારીઓ !
શિખર ધવનને ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકેની રેસમાંથી લગભગ બહાર માનવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ શુભમન ગિલને એશિયા કપ અને વર્લ્ડ કપમાં રમાડવામાં આવશે તે લગભગ નક્કી જ છે. શુભમન ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવવાની જવાબદારી શિખર ધવનને મળે તેવી શક્યતા છે.