શિખર ધવન ટીમ ઇન્ડિયા (Team India) નો મહત્વનો બેટ્સમેન છે. વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદમાં રમાયેલી વન ડે સિરીઝ માટે શિખર ધવન (Shikhar Dhawan) ઓપનર તરીકે ટીમમાં સામેલ હતો. પરંતુ કોરોના સંક્રમિત જણાઇ આવતા શરુઆતની બંને વન ડે મેચ તેણે ગુમાવવી પડી હતી. તે ત્રીજી વને ડેમાં મેદાને ઉતર્યો હતો, પરંતુ તેનો દેખાવ ખાસ રહ્યો નહોતો. શિખર ધવનનુ જીવન પણ ચડાવ ઉતાર વાળુ રહ્યુ છે. ગત વર્ષે તે પત્નિ સાથેથી અલગ થયો હતો. તો તેના પુત્ર જોરાવર (Shikhar Dhawan son Zorawar) ને પણ લગભગ 2 વર્ષના લાંબા અંતર બાદ મળ્યો છે. પુત્રને લાંબા સમયે મળવાની તેની ક્ષણનો વિડીયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
શિખર ધવનનો પુત્ર જોરાવર 2020 થી ઓસ્ટ્રેલિયામાં છે. તે તેની માતા આયેશા સાથે મેલબોર્નમાં રહે છે. ધવન પણ ઓસ્ટ્રેલિયાના કોવિડ નિયમોની કડકાઇને લઇને પુત્રને આસાનીથી મળી શકતો નહોતો. પરંતુ હવે જ્યારે તે પોતાના પુત્રને મળી શકતા જ તેણે પુત્રને ઉંચો કરી લઇને ગળે લગાડી લીધો હતો અને એ વિડીયો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેણે શેર કરેલા વિડીયોની કેપ્શન લખી હતી કે, તેની સાથે રમવુ, તેને ગળે લગાડવો, વાતો કરવી, ખૂબ ઇમોશનલ મોંમેન્ટ્સ છે તે. જે તે પળો છે, જે હંમેશા યાદ રહેશે.
ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનના જીવનમાં ગત વર્ષે જબરદસ્ત વળાંક આવ્યો હતો. તેની પત્નિ આયેશા મુખર્જી સાથેનુ લગ્નજીવન ભાંગી પડ્યુ હતુ. નવ વર્ષ ચાલેલા લગ્નજીવનનો ગત વર્ષ સપ્ટેમ્બરમાં અંત આવ્યો હતો. શિખર અને આયેશા બંનેએ ઓક્ટોબર 2012 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન બાદ 2014 માં જોરાવરનો જન્મ થયો હતો.
અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની અંતિમ વન ડેમાં શિખર ધવન માત્ર 10 રનની ઇનીંગ રમ્યો હતો. પરંતુ તેની આ ટૂંકી ઇનીંગ બાદ પણ આઇપીએલમાં તેના આકર્ષણને સહેજ પણ સમસ્યા નડી નહોતી. કારણ કે દિલ્હી કેપિટલ્સ થી રિલીઝ થયેલા શિખર ધવનને પંજાબ કિંગ્સે પોતાની સાથે જોડ્યો હતો. ઓક્શનમાં પંજાબે ધવનને પોતાની સાથે જોડવા માટે 8.25 કરોડની બોલી લગાવી હતી. શક્ય છે કે પંજાબ કિંગ્સ હવે તેને પોતાની ટીમની આગેવાનીની જવાબદારી સોંપી શકે છે. ધવન આઇપીએલમાં 192 મેચ રમી ચુક્યો છે અને તેણે 5784 રન નોંધાવ્યા છે.
Published On - 1:03 pm, Sun, 20 February 22