ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્ન (Shane Warne)નું થાઈલેન્ડમાં નિધન થયું હતું. તેને લઈને પોલીસ તપાસ ચાલુ છે. સોમવારે થાઈલેન્ડ પોલીસ (Thailand Police)એ શેન વોર્નનું પોસ્ટમોર્ટમ રીપોર્ટ સોંપી દીધો છે. પોલીસનું કહેવું છે કે શેન વોર્નનું મોત કુદરતી થયું છે. તેમાં અત્યાર સુધી અન્ય કોઈ કારણ સામે નથી આવ્યું. થાઈલેન્ડ પોલીસ તરફથી નિવેદન જાહેર કર્યું છે. સમાચાર એજન્સીના રિપોર્ટ પ્રમાણે પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ગયો છે, જેમાં મેડિકલ ઓપિનિયન એજ છે કે શેન વોર્નનું મોત કુદરતી થયું છે. પોલીસ જલ્દીથી આ ઘટનાને લઇને વકીલો સાથે વાત કરશે.
52 વર્ષના શેન વોર્ન થાઈલેન્ડમાં રજા ગાળવા ગયો હતો. 4 માર્ચની સાંજે તેના મોતના સમાચાર આવ્યા આવ્યા હતા. શેન વોર્ન એક વિલામાં રોકાયો હતો. જ્યા વિલામાં એક રૂમમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. શેન વોર્નને એમ્બુલેન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ તેનું મોત થઈ ગયું હતું. થાઈલેન્ડ પોલીસે શરૂઆતમાં જ કોઈ પણ પ્રકારની ગડબડ હોવાનો ઈનકાર કર્યો હતો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાનું કહ્યું હતું. પોલીસે શેન વોર્નના ત્રણ મિત્રો સાથે પુછપરછ કરી હતી.
તમને જણાવી દઈએ કે શેન વોર્નના મેનેજરનું પણ મોતને લઈને નિવેદન સામે આવ્યું હતું. શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સકિને ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર રજા પર જતા પહેલા બે સપ્તાહ સુધી આહારમાં માત્ર પ્રવાહી લઈ રહ્યા હતા. તેને છાતીમાં દુખાવો અને પરસેવો આવવાની ફરીયાદ કરી હતી.
એર્સકિને ‘નાઇન નેટવર્ક’ સાથે વાત કરતા કહ્યું કે તે અજીબોગરીબ ડાયટ કરતા હતા. હાલમાં જ આ પ્રકારની ડાયટમાં પ્રવાહી આહાર 14 દિવસ સુધી લઈ રહ્યા હતા. એવું તે ત્રણ-ચાર વાર કરી ચુક્યા છે.’ તેણે કહ્યું કે, “તેમાં તે કાળા અને લિલા કલરના જ્યુસ જ લઈ રહ્યા હતા. તે લાંબા સમય સુધી સિગારેટનું વ્યસન કરી રહ્યા હતા. મને લાગે છે કે તેને હાર્ટ એટેક જ આવ્યો હતો.”
મોતના થોડા દિવસ પહેલા જ શેન વોર્ને ઈન્ટાગ્રામમાં પોતાની જુની ફોટો શેર કરીને કહ્યું હતું કે તે વજન ઘટાડવાની પ્રક્રિયા કરી રહ્યા છે. તેણે પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઓપરેશન દુબળું થવાનું શરૂ થઈ ગયું છે અને લક્ષ્યાંક જુલાઈ સુધી શરીરને દુબળું કરવાનો છે.” શેન વોર્નના પરિવારે પણ થાઈલેન્ડ પોલિસને જણાવ્યું કે તેને હ્દય સાથે જોડાયેલ તકલીફો અને અસ્થમા હતો.
આ પણ વાંચો : Shane Warneની ડેડ બોડી સાથે એમ્બ્યુલન્સમાં દોઢ મિનિટ સુધી એકલી રહી મહિલા, ઉઠ્યા સવાલો
આ પણ વાંચો : Shane Warne: શેન વોર્નને યાદ કરીને રડી પડ્યો રિકી પોન્ટીંગ, કહ્યુ દોસ્ત ના રહ્યો, સ્વિકાર કરવો મુશ્કેલ