BPL 2022: શાકિબ અલ હસનને બાયો બબલ તોડવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નારાજ, મોકલી કારણ બતાવો નોટિસ

|

Feb 19, 2022 | 9:29 AM

ફ્રેન્ચાઇઝીએ બાયોબબલના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને શાકિબ અલ હસન (Shakib Al Hasan) ને શૂટમાં જોડાવાની મંજૂરી આપી હતી. BCB આનાથી નારાજ છે.

BPL 2022: શાકિબ અલ હસનને બાયો બબલ તોડવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ નારાજ, મોકલી કારણ બતાવો નોટિસ
Shakib Al Hasan એ લીગ દરમિયાન સોફ્ટ ડ્રીંક્સ એડ શૂટ કરી હતી

Follow us on

શાકિબ અલ હસન (Shakib Al Hasan) ને લઈને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (Bangladesh Premier League) ની ટીમ મુશ્કેલીમાં છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) દ્વારા શાકિબની ટીમ ફોર્ચ્યુન બરીશાલને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ બાંગ્લાદેશ ક્રિકેટના પ્રમુખ નજમુલ હસન ના મુજબ BPL ફ્રેન્ચાઈઝીમાં શાકિબ અલ હસનના બાયો બબલને તોડવા બદલ મોકલવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીએ બાયોબબલના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને શાકિબ અલ હસનને શૂટમાં જોડાવાની મંજૂરી આપી હતી.

શાકિબ અલ હસને ગુરુવારની ફાઈનલ પહેલા કેપ્ટન સાથે ફોટો શૂટ અને ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો ન હતો. તેના બદલે, તેણે સોફ્ટ ડ્રિંક કંપની માટે એડ શૂટમાં ભાગ લીધો હતો.

શાકિબે તોડ્યો બાયોબબલ, BCB એ મોકલી નોટિસ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખે શુક્રવારે પત્રકારને જણાવ્યું હતું કે, “અમે આ અંગે ફ્રેન્ચાઇઝીને કારણ બતાવો નોટિસ જારી કરી છે અને શાકિબે બાયોબબલ પ્રોટોકોલ તોડ્યો તે જાણવાનો પ્રયાસ કર્યો છે. અમે ફ્રેન્ચાઇઝીઓને બાયો બબલની કાળજી લેવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં પણ તેઓએ તે તોડ્યો હતો. એટલા માટે અમે તેમને નોટિસ મોકલી છે.”

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

નજમુલ હસને કહ્યું, “અમે ટૂર્નામેન્ટ દરમિયાન કંઈ કરી શકતા નથી. પરંતુ હવે લીગ પૂરી થઈ ગઈ છે. અમે જોઈશું કે શું કરી શકાય. અમે સહન કરી શકતા નથી કે કોઈપણ ટીમ કાયદો તોડે.”

જોકે હવે એ પણ રાહ જોવાઇ રહી છે કે, બોર્ડ દ્વારા શાકિબ અલ હસન પર પણ બોર્ડ કોઇ ખુલાસો પુછશે કે કેમ. કારણ કે શાકિબ પણ ફાઇનલ પહેલા તેણે ટીમ અને લીગના દૃષ્ટીકોણથી મહત્વપૂર્ણ ગણાતા ફોટો અને ટ્રેનિંગ શેસનમાં હિસ્સો લીધો નહોતો. બોર્ડ પણ લીગના પ્રોટોકોલને લઇને કેટલુ ગંભીર છે એ પણ આ વિવાદને લઇને ખ્યાલ આવી જશે. કારણ કે બાંગ્લાદેશની લીગમાં અનેક વિદેશી ખેલાડીઓ પણ રમે છે અને તેમના માટે લીગના પ્રોટોકોલ એ મહત્વની બાબત છે.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

 

Published On - 9:24 am, Sat, 19 February 22

Next Article