Twitter પર શાહરૂખ ખાન Vs Virat Kohli, બંને સ્ટાર્સના ચાહકો વચ્ચે ટક્કર થઈ, જાણો સમગ્ર મામલો

શાહરૂખ ખાન અને વિરાટ કોહલી વચ્ચે દેશનો મોટો સ્ટાર કોણ છે, બંનેના ચાહકો ટ્વિટર પર ધમાલ મચાવી રહ્યા છે. બંને સુપરસ્ટારના ચાહકો એકબીજા સાથે ટકરાયા હતા.

Twitter પર શાહરૂખ ખાન Vs  Virat Kohli, બંને સ્ટાર્સના ચાહકો વચ્ચે ટક્કર થઈ, જાણો સમગ્ર મામલો
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:35 AM

દેશના બે સૌથી મોટા સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન અને ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચે ભલે સારા સંબંધો હોય, પરંતુ તેમના ચાહકોમાં હાલના દિવસોમાં વિવાદ ચાલી રહ્યો છે. લગભગ બે દિવસથી શાહરૂખ અને વિરાટના ફેન્સ ટ્વિટર પર એકબીજા વિરુદ્ધ ટ્વિટ કરી રહ્યા છે. બંનેની ચાહક સેના પોતાના મનપસંદ સ્ટારને સર્વશ્રેષ્ઠ કહેવા પર તલપાપડ છે.

કેટલાક શાહરૂખ ખાનના અભિનય અને તેની વિશ્વવ્યાપી ખ્યાતિ વિશે વાત કરી રહ્યા છે, તો કેટલાક વિરાટ કોહલીના સ્ટારડમ અને ઇન્સ્ટાગ્રામ પરના ફોલોઅર્સને ટાંકીને તેને શાહરૂખ કરતા મોટો સ્ટાર ગણાવી રહ્યા છે. ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેન્ડમાં ઘણા ફેન્સ વિવાદાસ્પદ ટ્વિટ પણ કરી રહ્યા છે.

ટ્વિટર પર ચાલી રહેલી આ સમગ્ર લડાઈ વચ્ચે ઘણા લોકો શાંતિની અપીલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “કોઈનું અપમાન કરવાનો ઈરાદો નથી. વિરાટ કોહલી અને શાહરૂખ ખાન બંને ભારતનું ગૌરવ છે. બંને વિશ્વમાં દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ લડાઈ બંધ કરો.

 

 

બંને સ્ટાર્સના ચાહકો એકબીજા પર તૂટી પડ્યા

શાહરૂખ ખાનના એક ચાહકે લખ્યું કે, શા માટે દરેક વ્યક્તિ શાહરૂખની સરખામણી બીજા સાથે કરે છે. શાહરૂખ Vs બોલિવૂડ સાઉથ એક્ટર્સ. શાહરૂખ vs રાજકારણી. શાહરૂખ Vs ક્રિકેટર્સ. શાહરુખ વિરુદ્ધ બધા. કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે તે શ્રેષ્ઠ છે.

 

 

કોહલી વિશે શાહરૂખના ટ્વીટનો સ્ક્રીન શૉટ શેર કરતા વિરાટના એક ચાહકે લખ્યું, “શાહરુખની સૌથી વધુ પસંદ કરાયેલી ટ્વિટ વિરાટ કોહલી વિશે હતી.

 

 

બધા જાણે છે કે, શાહરૂખ ખાન હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. તેની ફેન ફોલોઈંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છે. તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે વિશ્વભરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની.

 

 

કેટલાક વધુ ટ્વીટ્સ જુઓ

વિરાટ કોહલી દેશના સૌથી મોટા ક્રિકેટરોમાંથી એક છે. કોહલીએ અત્યાર સુધી ટેસ્ટ, વનડે અને ટી20માં 71 સદી ફટકારી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 242 મિલિયન ફોલોઅર્સ છે. આવી સ્થિતિમાં વિરાટ પણ એક મોટો સ્ટાર છે. બીજી તરફ, શાહરૂખ ત્રણ દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 37 મિલિયન ફોલોઅર્સ છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ક્રિકેટ અને અન્ય રમતો સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…