વિશ્વ કપ 2023 નુ આયોજન ભારતના આંગણે થનારુ છે. આ માટે BCCI એ વનડે વિશ્વકપને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે. ટૂર્નામેન્ટને લઈ હવે સમય પણ ટૂંકો રહ્યો છે આવી સ્થિતીમાં હવે વિશ્વકપને લઈ શેડ્યૂલ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ શેડ્યૂલ જાહેર થવામાં મોડુ થઈ રહ્યુ છે. આ પાછળનુ કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જીદને માનવામાં આવી રહ્યુ છે. છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાન અલગ અલગ નિવેદન બાજી કરી રહ્યુ છે. આ દરમિયાન હવે અમદાવાદમાં રમવાને લઈ આનાકાની કરી રહ્યુ હોવાના સમાચાર છે. જોકે પાકિસ્તાન બોર્ડની આ વાત ખુદ તેમના જ પૂર્વ ક્રિકેટરને ગળે ઉતરી રહી નથી. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ મામલે આડે હાથ લેતા નિશાન તાક્યુ છે.
પહેલા ભારત આવવાથી આનાકાની કરી દીધી હતી. પાકિસ્તાને શરુઆતમાં નિવેદન બાજી કરી દીધી હતી કે, અમે ભારત વિશ્વકપ રમવા માટે ટીમ નહીં મોકલીએ. હવે ભારતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાથી પાકિસ્તાન બહાના દર્શાવી રહ્યુ હોવાનો અહેવાલ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અમદાવાદ સહિતના કેટલાક શહેરને બદલે પસંદગીના સ્થળે મેચ રમવા માટેની વાતો કરી રહ્યુ હોવાના મીડિયા અહેવાલ છે.
પાકિસ્તાનના જ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે પીસીબીને નિશાને લીધુ છે. શાહિદ આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી રહી ચૂક્યો છે.આફ્રિદીએ જ બોર્ડને સવાલ કરી દીધો છે કે, કે કેમ અમદાવાદમાં કેમ રમવા મેચ નથી રમવા ઈચ્છતા. આફ્રિદીએ આટલુ જ નહીં પરંતુ આકરા મૂડમાં કહ્યુ હતુ કે, અમદાવાદની પીચ પર ભૂત છે કે પછી ત્યાં આગ નિકળી રહી છે? આટલુ જ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટરે સલાહ આપી હતી કે, અમદાવાદમાં પાકિસ્તાન ભારત સામે મેચ રમી ચૂક્યુ છે અને ત્યાં જીત્યા પણ છે.
સ્થાનિક પાકિસ્તાની સમાચાર ચેનલ સાથે વાતચિત દરમિયાન આફ્રિદીએ કહ્યુ હતુ કે, અમદાવાદની પીચ પર કોઈ જાદૂ-ટોણા નછી કરવામાં આવ્યુ હતુ. પાકિસ્તાનના ખેલાડીઓને પણ અમદાવાદની પીચ પર કંઈ નહીં થાય તો આવામાં ત્યાં રમવામાં સમસ્યા શુ છે? આફ્રિદીએ કહ્યુ હતુ કે, ટીમ ઈન્ડિયા જો અમદાવાદમાં રમવા માંગે છે તો, પાકિસ્તાને પણ ત્યાં જ રમવુ જોઈએ અને તેને હરાવવુ પણ જોઈએ.
વિશ્વકપના શેડ્યૂલની રાહ જોવામાં આવી રહી છે. જોકે આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે ટક્કર વિશ્વકપમાં થઈ શકે છે તેને લઈ સવાલો અને ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને વચ્ચેની ટક્કર 15 ઓક્ટોબરે રમાનારી છે. રિપોર્ટ્સ મુજબ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ થઈ શકે છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ક્રિકેટના ચાહકો અહીં મોટી સંખ્યામાં હાજર રહી શકે છે.
પાકિસ્તાનની વાત કરવામાં આવે તો, ભારતમાં અમદાવાદ ઉપરાંત કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈમાં વિશ્વકપની તેમની મેચ રમાઈ શકે છે. ભારતીય ટીમ પણ 9 જુદા જુદા શહેરોમા પોતાની લીગ મેચ રમશે.
Published On - 7:44 pm, Fri, 16 June 23