શરમજનક હાર બાદ PCB ચિફ સિલેક્ટરને લઈ કરશે મોટો નિર્ણય, શાહિદ આફ્રિદીનુ નક્કી થશે ભાવી

|

Jan 09, 2023 | 9:05 AM

પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલ શરમજનક સ્થિતીમાંથી પસાર થઈ રહ્યુ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઘરે આવીને ક્લીન સ્વીપ કરી દીધુ, ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામેની બંને ટેસ્ટમાં હારથી ઝાંખા પ્રકાશે બચાવ કર્યો હતો.

શરમજનક હાર બાદ PCB ચિફ સિલેક્ટરને લઈ કરશે મોટો નિર્ણય, શાહિદ આફ્રિદીનુ નક્કી થશે ભાવી
Shahid Afridi હાલ કાર્યકારી ચિફ સિલેક્ટર છે

Follow us on

પાકિસ્તાન માં હાલમાં ક્રિકેટની હાલત અત્યંત કંગાળ ચાલી રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 3-0થી ટેસ્ટ સિરીઝમાં આપેલી હારની ચર્ચા હજુય બંધ થવાનુ નામ લઈ રહી નથી. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બંને ટેસ્ટ મેચમાં હારનુ સંકટ તોળાયુ હતુ, પરંતુ ઝાંખા સૂર્યપ્રકાશના બહાને મેચને નિર્ધારીત સમય કરતા વહેલી સમાપ્ત જાહેર કરી દેવામાં આવી હતી. હવે આ બધા વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચિફ સિલેક્ટર ના પદને લઈ નિર્ણય લઈ શકે છે. હાલમાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને આ પદ પર કાર્યકારી નિમણૂંક કરવામાં આવી છે. હવે પીસીબી દ્વારા આફ્રિદીના ભાવી અને પદની નિમણૂંકને લઈ સ્પષ્ટતા કરી દેવાય એમ લાગી રહ્યુ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાને અચાનક જ હટાવી દેવાયા હતા તેના સ્થાને નજમ સેઠીને પદ સોંપવામાં આવ્યુ હતુ. સેઠીએ ચાર્જ સંભાળતા જ પસંદગી સમિતિને બરખાસ્ત કરી દીધી હતી અને કાર્યકારી ચિફ સિલેક્ટર તરીકે આફ્રિદીને પસંદ કરવામાં આવ્યો હતો. તેને ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ માટે ટીમની પસંદગીની જવાબદારી મળી હતી.

આફ્રિદીને લઈ થઈ શકે છે વિચાર

સમાચાર એજન્સીની જાણકારી પ્રમાણે હવે શાહિદ આફ્રિદીના કાર્યકાળને વધારવાને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મોટો નિર્ણય લઈ શકે છે. ખૂબ ઝડપથી આ અંગે એલાન થઈ શકે છે. જોકે પાકિસ્તાન ટીમે ન્યુઝીલેન્ડ સામે ખાસ કંઈ ઉકાળ્યુ નહોતુ. ઈંગ્લેન્ડ બાદ કિવી ટીમ પાકિસ્તાનમાં આવીને રનનો ઢગલો ખડકવામાં સફળ રહી હતી. પાકિસ્તાન પોતાના બોલરને તાકાત માને છે, જેમની ધુલાઈ કરવામાં કિવી બેટ્સમેનોએ કોઈ જ કસર છોડી નહોતી અને મોટા સ્કોર ખડકીને પાકિસ્તાની બોલરોને પરેશાન કરી દીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આમ હવે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ઈંગ્લેન્ડની માફક જ પ્રદર્શન જોવા મળ્યુ હતુ. જેને લઈ આફ્રિદીના કાર્યકાળને વધારવા અંગે બોર્ડ દ્વારા વિચાર કરવામાં આવી શકે છે. સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું, “શાહિદ આફ્રિદીએ પીસીબીના વડા નજમ સેઠી સાથે આ અંગે વાત કરી છે. તેણે અગાઉ આફ્રિદીને માત્ર કાર્યકારી મુખ્ય પસંદગીકાર તરીકે રહેવા કહ્યું હતું. પરંતુ હવે આ મુદત વધારવા માટે બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે. પીસીબી આગામી બે મોટી ઈવેન્ટને લઈને આ નિર્ણય લેવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં એક 50 ઓવરના એશિયા કપ અને બીજો આ ફોર્મેટમાં રમાનારા વર્લ્ડ કપ છે.”

સેઠી આફ્રિદીના પક્ષમાં

મીડિયા રિપોર્ટસ મુજબ ન્યુઝીલેન્ડ સામેની ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં કાર્યકારી ચિફ સિલેક્ટરથી પીસીબીના નવા ચેરમેન ખુશ છે. તેઓનુ માનવુ છે કે, પસંદગી સમિતિમાં સામેલ સભ્ય અબ્દુલ રઝાક, હારુન રાશીદ અને રાવ ઈફ્તિખાર સાથે મળીને આફ્રિદીએ સારુ કામ કર્યુ છે. આમ આફ્રિદીનો કાર્યકાળ વધી શકે છે.

 

 

Next Article