વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર બન્યુ ચેમ્પિયન, મહારાષ્ટ્ર સામે 5 વિકેટથી મેળવી જીત

વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમે પોતાના પડોશી મહારાષ્ટ્રને સરળતાથી 5 વિકેટે હરાવીને બીજીવાર વન ડે ક્રિકેટમાં ભારતની મુખ્ય ટુર્નામેન્ટના ખિતાબને પોતાને નામે કર્યો છે. સૌરાષ્ટ્ર માટે શેલ્ડન જૈક્સને ધમાકેદાર સદી મારી હતી.

વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર બન્યુ ચેમ્પિયન, મહારાષ્ટ્ર સામે 5 વિકેટથી મેળવી જીત
vijay hazare trophy 2022
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 02, 2022 | 7:58 PM

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. વિજય હજારે ટ્રોફી ભારતની સૌથી મહત્વની ટુર્નામેન્ટ ગણવામાં આવે છે. આ ટુર્નામેન્ટ થકી ભારતીય ક્રિકેટ ટીમને શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ પણ મળે છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની ટીમ વચ્ચે રમાઈ હતી. વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમે પોતાના પડોશી મહારાષ્ટ્રને સરળતાથી 5 વિકેટે હરાવીને બીજીવાર વન ડે ક્રિકેટમાં ભારતની મુખ્ય ટુર્નામેન્ટના ખિતાબને પોતાને નામે કર્યો છે. સૌરાષ્ટ્ર માટે શેલ્ડન જૈક્સને ધમાકેદાર સદી મારી હતી.

આજે 2 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પહેલા બોલિંગમાં અને પછી બેટિંગમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યુ હતુ. આ ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન શેલ્ડન એ આ મેચમાં શાનદાર સદી મારી હતી. આ જ ટીમના ઓલરાઉન્ડર ચિરાગ જાની એ મહારાષ્ટ્ર સામે હેટ્રિક પણ લીધી હતી. મહારાષ્ટ્રની ટીમે ફક્ત 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સૌરાષ્ટ્રની ટીમે 47 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

સૌરાષ્ટ્ર બન્યુ ચેમ્પિયન

 

 


સૌરાષ્ટ્રની ટીમને છેલ્લે 10 ઓવરમાં 57 રનની જરુર હતી અને 5 વિકેટ હતી. તેવામાં જૈક્સન અને ચિરાગ દ્વારા શાનદાન પ્રદર્શન જોવા મળ્યુ હતુ. 47મી ઓવરમાં 2 બોલમાં છગ્ગો અને ચોગ્ગો મારીને જૈકસને સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યુ હતુ.

ઋતુરાજ ગાયકવાડે સતત ત્રીજી સદી ફટકારી

ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ટીમ માટે વિજય હજારે ટ્રોફીમાં શાનદાન પ્રદર્શન કર્યુ છે. ઋતુરાજ ગાયકવાડે આ ટુર્નામેન્ટમાં સતત ત્રીજી સદી ફટકારી હતી.