
સંજુ સેમસન (Sanju Samson)ને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં તક મળી ન હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની ઘણી ટીકા થઈ હતી, પરંતુ જ્યારે તેને બીજી વનડેમાં તક મળી તો તેનું બેટ શાંત રહ્યું. બીજી વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને તેમની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. સંજુ સેમસન 245 દિવસ બાદ વનડેમાં પરત ફર્યો છે. તે લાંબા સમય પછી બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો.
સંજુ સેમસન પાસે બાર્બાડોસમાં પોતાને સાબિત કરવાની સારી તક હતી. શુભમન ગિલ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા સસ્તામાં આઉટ થયા હતા. એક સમયે ભારતનો સ્કોર 90/0 હતો, પરંતુ તે પછી ભારતે 113 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ 34, ઈશાન 55, સેમસન 9, અક્ષર પટેલ અન્ય હાર્દિક પંડ્યા 7 રન બનાવીને આઉટ થયો હતો.
Just another day and another failure for Sanju Samson. All those opportunities that he threw, are haunting him!
Hate what he is doing with his talent. #Cricket #IndvsWi #Wi #Ind #Odi #SanjuSamson @SanjuSamsonFP @SanjuSamsonEra @Sanjusamsonf11 @SanjuSamson_ pic.twitter.com/fh45se9c33
— Pranav Mehta (@PranavMehtaOman) July 29, 2023
શુભમનના રૂપમાં ભારતને પહેલો ફટકો 90 રન પર લાગ્યો હતો. મોટી ભાગીદારી તૂટ્યા બાદ સંજુ સેમસન ઈશાન કિશનને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો હતો. તેની પાસે ઈશાન સાથે મોટી ભાગીદારી બનાવવાની જવાબદારી હતી. દરેકને તેની પાસેથી ઘણી આશાઓ હતી કારણ કે તેને પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક મળી હતી.
આવી સ્થિતિમાં, સેમસનના ચાહકોને લાગી રહ્યું હતું કે તે આ તકનો લાભ ઉઠાવીને બધાને જવાબ આપશે, પરંતુ જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે તેનું બેટ ચાલ્યું નહીં. તે 9 રન બનાવી આઉટ થયો હતો. યાનિક કેરિયાનો બોલ તેના બેટની કિનારે અથડાયો અને સ્લિપમાં ઉભેલા કિંગે બોલ કેચ કર્યો હતો.
આ પહેલા સેમસનને ગયા વર્ષે વનડે ટીમમાં તક મળી હતી. નવેમ્બરમાં તે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તે માત્ર 36 રન જ બનાવી શક્યો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ તેને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર તક મળી હતી, જેનો તે ફાયદો ઉઠાવી શક્યો નહોતો.