IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ

|

Oct 27, 2021 | 8:55 AM

સંજીવ ગોએન્કા (Sanjeev Goenka) એ હરાજીમાં લખનૌ ફ્રેન્ચાઇઝી જીતી હતી જેના માટે તેણે રૂ. 7,090 કરોડનો ખર્ચ કર્યો હતો. આ પહેલા પણ સંજીવ ગોયન્કા IPL ટીમના માલિક રહી ચૂક્યા છે.

IPL: સંજીવ ગોએન્કાએ લખનૌની ટીમ ખરિદવાને લઇને હવે સૌરવ ગાંગુલી પર સવાલો ઉઠવા લાગ્યો, જાણો શુ છે વિવાદ
Sourav Ganguly

Follow us on

IPL ની આગામી સિઝનમાં નવી બે ટીમો જોવા મળશે. ટીમોની હરાજી બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ બે નવી ટીમો લખનૌ અને અમદાવાદ (Ahmedabad) ની હશે. લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝીની માલિકી સંજીવ ગોએન્કા (Sanjeev Goenka) પાસે હશે. જે અગાઉ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટના માલિક રહી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ હતો ત્યારે આ ટીમ IPL માં રમી હતી. હવે ફરી એકવાર IPLમાં સંજીવ ગોએન્કા ની ટીમ જોવા મળશે.

જો કે, આ ટીમના આવવાથી BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સવાલોના ઘેરામાં છે અને તેમની સામે હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

સંજીવ ગોએન્કાએ લખનૌની ફ્રેન્ચાઈઝી 7,090 કરોડ રૂપિયામાં ખરીદી હતી. IPL પહેલા સંજીવ પાસે ઈન્ડિયન સુપર લીગની ટીમ પણ છે. તે ATK મોહન બાગાનનો સહ-માલિક છે. તેના સિવાય ગાંગુલી પણ આ ટીમમાં સામેલ છે. ATK-મોહન બાગાનની વેબસાઈટ અનુસાર, ગાંગુલી આ ટીમના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે અને સંજીવ તેના અધ્યક્ષ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વેબસાઈટ વાંચે છે, ટીમ કોલકાતા ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની માલિકીની છે જેમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, બિઝનેસમેન હર્ષવર્ધન નોટિયા, સંજીવ ગોએન્કા અને ઉત્સવ પરીખનો સમાવેશ થાય છે.

હિતોના સંઘર્ષનો મામલો

મીડિયા અહેવાલ મુજબ બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, આ સ્પષ્ટપણે હિતોના સંઘર્ષનો મામલો છે. ગાંગુલી પ્રમુખ છે, તેમણે આ સમજવાની જરૂર છે. આ પહેલીવાર નથી જ્યારે તે આવી સ્થિતિમાં છે.

ગોએન્કા-ગાંગુલીએ જવાબ ન આપ્યો

અહેવાલમાં જણાવ્યું છે કે જ્યારે આ મામલે સંજીવ ગોયન્કા અને ગાંગુલી સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો કોઈ જવાબ મળ્યો ન હતો. મેસેજનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો.

સંજીવે કહી આ વાત

જોકે, સંજીવ ગોએન્કાએ એક અન્ય મીડિયા અહેવાલમાં આ બાબતે વાત કરી હતી. જ્યારે ગાંગુલી સાથેના તેના સંબંધોને લઈને હિતોના ટકરાવ વિશે પૂછવામાં આવ્યું હતુ. ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે તેમણે (ગાંગુલી) મોહન બાગાન સાથેના સંબંધોને સંપૂર્ણપણે તોડવો પડશે. જ્યારે પૂછવામાં આવ્યું કે તે ક્યારે થશે, તેમણે કહ્યું, હું આજે વિચારું છું. આ પછી તેમણે કહ્યું, તે સૌરવ પર નિર્ભર છે કે તે ક્યારે તેની જાહેરાત કરશે. માફ કરશો મેં પહેલેથી જ અનુમાન લગાવ્યું છે.

 

 

 

આ પણ વાંચોઃ Mohammed shamiને લોકોએ ટ્રોલ કર્યા બાદ BCCI 48 કલાક મૌન રહ્યું, હવે સમર્થનમાં પાંચ શબ્દો કહ્યા

Next Article