જ્યારથી IPL શરૂ થયું છે ત્યારથી વિશ્વભરમાં લીગ ક્રિકેટનો ક્રેઝ સતત વધી રહ્યો છે. IPLની સફળતા બાદ અનેક દેશોમાં T20 લીગ શરૂ થઈ હતી અને છેલ્લા કેટલાક સમયમાં T10 લીગ પણ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ લીગમાં ટીમ ખરીદી ફ્રેન્ચાઇઝીના માલિક બનવા વિશ્વભરના સેલિબ્રિટીઓમાં હોડ જામી છે, જેમાં હવે વધુ એક બોલીવુડ એક્ટરનું નામ જોડાયું છે.
શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિન્ટા બાદ હવે સંજય દત્ત પણ ક્રિકેટ લીગમાં એક ટીમના માલિક બન્યા છે. સંજય દત્તે ઝીમ્બાબ્વેમાં યોજાનાર ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટમાં હરારે હરિકેન્સ ટીમનો સહ માલિક બની ગયો છે. સંજય દત્તે એરીજ ગ્રુપ ઓફ કંપનીસના સાર સોહન રોય સાથે મળી આ લીગમાં ટીમ ખરીદી છે.
Indian newspapers are reporting that Bollywood Actor Sanjay Dutt is now co-owner of Zim Afro T10 league team Harare Hurricanes. pic.twitter.com/D9aLt87TMb
— Adam Theo🇿🇼🏏 (@AdamTheofilatos) June 22, 2023
ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટ 20 જુલાઈથી શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લેશે. જેમાં કલંદર્સ, કેપટાઉન સેમ્સ આર્મી, બુલાવાયો બ્રેવ્સ, જોબર્ગ લાયન્સ અને હરારે હરિકન્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ MS Dhoni Love Story : Dhoni- Sakshiની લવસ્ટોરી ફિલ્મથી હટકે છે, આવી રીતે શરુ થઈ હતી લવસ્ટોરી
ઝીમ્બાબ્વેના હરારેમાં યોજાનાર આ સૌપ્રથમ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ હશે અને ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટની આ પહેલી સિઝન હશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પાંચ ટીમોમાં ડરબન કલંદર્સ પાકિસ્તાન સુપર લીગની ફ્રેન્ચાઇઝી લાહોર કલંદર્સની ટીમ છે, જ્યારે હરારે હરિકન્સનો સહ માલિક ભારતના લોકપ્રિય કલાકાર સંજય દત્ત છે.
Get ready for the Grand inaugural season of ZIM AFRO T10! 🔥
Cricket’s Fastest Format arrives in Harare from 20 July to 29 July 2023! 🏏💥#ZimAfroT10 #T10League #ZimCricket #Harare pic.twitter.com/HDA3uMd86B
— T10 League (@T10League) June 16, 2023
ઝીમ એફ્રો T10 ટુર્નામેન્ટનમાં હરારે હરિકન્સના સહ માલિક બનવા અંગે સંજય દત્તે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હરારે હરિકન્સની ટીમ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે અને સાથે જ ઝીમ્બાબ્વેના ફેન્સને મનોરંજન પૂરું પાડશે. ક્રિકેટની સાથે અલગ અલગ રમતોમાં પણ ઝીમ્બાબ્વેનો ઇતિહાસ સારો રહ્યો છે અને આ ટીમ સાથે જોડાઈને હું ખુશ છું. હું અમારી ટીમના સારા પ્રદર્શન માટે પ્રાથના કરીશ. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ આસમાન પર છે અને હવે વિશ્વભરમાં ક્રિકેટનો વિસ્તાર કરવા આવી લીગ સાથે જોડાયું ખૂબ જ જરૂરી છે.