Sai Sudharsan, IPL 2023: ચેન્નાઈ સામે ધમાલ મચાવતી બેટિંગ કરનાર સાઈ સુદર્શન હવે ક્યાં જશે? દિગ્ગજે પૂછ્યો સવાલ

|

May 29, 2023 | 10:45 PM

CSK vs GT IPL 2023 Final: ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. સાઈ સુદર્શનની ધમાકેદાર ઈનીંગને લઈ ગુજરાત ટાઈટન્સે 200 પ્લસનો વિશાળ સ્કોર ચેન્નાઈ સામે ખડક્યો હતો.

Sai Sudharsan, IPL 2023: ચેન્નાઈ સામે ધમાલ મચાવતી બેટિંગ કરનાર સાઈ સુદર્શન હવે ક્યાં જશે? દિગ્ગજે પૂછ્યો સવાલ
Sudharsan smashed 96 runs from 47 ball

Follow us on

IPL 2023 Final અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાની રણનિતી અપનાવી હતી. ધોની સામે સૌથી વધુ IPL Final રમવાનો અનુભવ છે. 4 વાર ટીમને ધોની ચેમ્પિયન બનાવી ચુક્યો છે. અમદાવાદમાં રિઝર્વ ડે સોમવારે રમાઈ રહી છે અને જેમાં વન ડાઉન બેટિંગ કરવા માટે આવેલા ગુજરાત ટીમના બેટરે ધમાલ મચાવી દીધી હતી. વાત સાઈ સુદર્શનની છે. આ એજ સાઈ સુદર્શન છે, જેણે અંતિમ મેચમાં ધીમી રમત દરમિયાન રિટાયર્ડ હર્ટ થવુ પડ્યુ હતુ. આ વખતે તેણે છગ્ગા અને ચોગ્ગા વરસાવી દીધા હતા.

ગુજરાત ટાઈટન્સે અમદાવાદમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 215 રનનુ લક્ષ્ય 4 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ. અત્યાર સુધી ફાઈનલમાં સૌથી મોટો સ્કોર ગુજરાતે નોંધાવ્યો છે અને જેમાં સૌથી મોટી ભૂમિકા સાઈ સુદર્શને નિભાવી હતી. સુદર્શન માત્ર 4 રનથી સદી ચુકી ગયો હતો. તે લેગબિફોર થઈને પરત ફર્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

માત્ર 4 રનથી ચૂક્યો સદી

ગુજરાત ટીમના યુવા બેટર સાઈ સુદર્શન ત્રીજા ક્રમે બેટિંગ કરવા માટે આવ્યો હતો. શુભમન ગિલ આઉટ થયા બાદ મેદાને આવતા જ તેણે ગિલની ખોટ ના સાલે એ રીતે રમત બતાવી હતી. ગિલ પેવેલિયન પરત ફરતા જ ગુજરાતના ચાહકોમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ ગિલની નિરાશાને થોડીક જ વારમાં સુદર્શને ભુલાવી દીધી હતી. તેણે પહેલા તો તેણે 33 બોલમાં પોતાની સદી પુરી કરી લીધી હતી. પરંતુ પરંતુ બાકીના 15 બોલમાં તો તેણે ગિયર બદલતા તોફાન મચાવી દીધુ હતુ. ધોની સેનાના બોલર્સની તે ખબર લેવા લાગ્યો હતો.

47 બોલની રમત રમીને સુદર્શન પરત ફર્યો હતો. અંતિમ ઓવરમાં તે આઉટ થતા 96 રન નોંધાવી પરત ફર્યો હતો. આ દરમિયાન 8 ચોગ્ગા અને 6 છગ્ગા તેણે ફટકાર્યા હતા. આ દરમિયાન અશ્વિને એક સવાલ તેની બેટિંગ જોઈ પૂછ્યો હતો કે હવે તે ક્યાં જશે?

 

 

આર અશ્વિને પણ એક ટ્વીટ કરીને તેના વખાણ કર્યા અને અહીં સુધી પહોંચવાની તેની સફર જણાવી. તેણે કહ્યું કે સુદર્શનની શરૂઆત એલવરપેટ ક્રિકેટ ક્લબથી થઈ હતી. આ પછી તે જોલી રોવર્સ ક્લબ પહોંચ્યો અને ત્યારબાદ તમિલનાડુની ક્રિકેટ ટીમે તેને 3 વર્ષ પહેલા રોવર્સ પાસેથી જોડ્યો હતો..

 

આ પણ વાંચોઃ CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:18 pm, Mon, 29 May 23

Next Article