
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન સાંઈ સુદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બાઉન્ડ્રી લાઈનની પાસે બેસી સેન્ડવિચ ખાતા જોવા મળ્યો હતો. સાંઈ સુદર્શને દિલ્હી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સ દરમિયાન 87 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેની પાસે તેના કરિયરની પહેલી સદી ફટકાવવાની તક હતી પરંતુ તે આવું કરી શક્યો નહી.
સાંઈ સુદર્શને પહેલી ઈનિગ્સમાં જે રીતે યશસ્વી જયસ્વાલ સાથે મળી પાર્ટનરશીપ કરી હતી. તે જોઈને એવું લાગતું હતુ કે, લોકો ખુબ ઈમ્પ્રેસ થયા હશે. આ ટેસ્ટ મેચ દરમિયાન સાંઈ સુદર્શને જોન કૈમ્પબેલનો એક શાનદાર કેચ પકડ્યો હતો. જેને જોઈ સૌ ચોંકી પણ ગયા હતા. કેચ પકડતી વખતે સાંઈ સુદર્શનને ગંભીર ઈજા પણ થઈ હતી. આ કરાણે તેના સ્થાને દેવદત્ત પડિક્કલને સબ્સટીટ્યુટ ખેલાડી તરીકે ફીલ્ડિંગમાં આવવું પડ્યું હતુ.
Sai Sudharshan eating burger outside boundary line
Fans Saying “gujrat se nikal jao Csk me jarurat hai” (leave gujrat we need you in csk) pic.twitter.com/sBUAFe8SQT
— Sawai96 (@Aspirant_9457) October 13, 2025
ઈજાના કારણે સાંઈ સુદર્શન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ફીલ્ડિંગ કરવા આવ્યો ન હતો. આ દરમિયાન ત્રીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા ફીલ્ડિંગ કરી રહી હતી. તે દરમિયાન સાંઈ સુદર્શન બાઉન્ડ્રી લાઈન પર સેન્ડવિચ ખાઈ રહ્યો હતો. તેનો સેન્ડવિચ ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જો આપણે સાંઈ સુદર્શનની વાત કરીએ તો તેમણે અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે 4 ટેસ્ટ મેચ રમી છે. જ્યાં તેના બેટમાંથી અત્યારસુધી માત્ર 2 અડધી સદી જોવા મળી છે. આ સાથે તેમણે 4 મેચની 7 ઈનિગ્સમાં 234 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે ભારત માટે 3 વનડે અને એક ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.વનડેમાં તેમણે 127 રન બનાવ્યા છે.