‘સાઈ સુદર્શન’ કે ‘દેવદત્ત પડિક્કલ’? ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નંબર 3 પર કોણ રમશે? રહાણેએ આપ્યો ‘જવાબ’

શ્રીલંકા સામે ધમાકેદાર બેટિંગ કરીને દેવદત્ત પડિક્કલે પોતાની કાબિલિયત સાબિત કરી દીધી છે. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે, આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા માટે નંબર 3 પર કોણ રમશે? સાઈ સુદર્શન કે પછી પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલો દેવદત્ત પડિક્કલ? બસ આ સસ્પેન્સ વચ્ચે અજિંક્ય રહાણેએ નંબર 3 ની પોઝિશનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

સાઈ સુદર્શન કે દેવદત્ત પડિક્કલ? ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નંબર 3 પર કોણ રમશે? રહાણેએ આપ્યો જવાબ
| Updated on: Aug 29, 2026 | 9:30 PM

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના સૌથી મોટા પોઝિટિવ પાસાની વાત કરીએ તો, નંબર 3 પર બેટિંગ કરનાર દેવદત્ત પડિક્કલ રહ્યો, જેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પોતાના નામે કર્યો.

પડિક્કલને સાઈ સુદર્શનની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં તક મળી હતી અને તેણે આ તકને બંને હાથે ઝડપી લીધી. હવે સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે, ત્યારે ત્યાં નંબર 3 નો બેટ્સમેન કોણ હશે? આ બાબતે અજિંક્ય રહાણેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

પડિક્કલ જ છે હાલમાં નંબર 3 બેટ્સમેન

રહાણેએ આ અંગે બોલતા કહ્યું કે, “પડિક્કલે હાલમાં ત્રીજા નંબરની જગ્યા પોતાના માટે પાકી કરી લીધી છે. આ તેની પોતાની મહેનતનું પરિણામ છે અને હું તેના પ્રદર્શનથી ખુશ છું. હવે જ્યારે તે ન્યૂઝીલેન્ડ જશે, ત્યારે ત્યાંની પરિસ્થિતિ અલગ હશે અને તૈયારી પણ અલગ રીતે કરવી પડશે. જો કે, અત્યારે તો આપણે તેની બે સદીઓની ઉજવણી કરી શકીએ છીએ.”

પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો ‘પડિક્કલ’

શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં પડિક્કલે 109.33 ની એવરેજથી બે સદીઓની મદદથી 328 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ગાલે ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 167 રન બનાવ્યા અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. તેની શાનદાર બેટિંગના દમ પર જ ટીમ ઇન્ડિયાએ આ સિરીઝ 1-0 થી પોતાના નામે કરી.

પડિક્કલનો ફેન બન્યો ‘અજિંક્ય રહાણે’

રહાણેએ પડિક્કલના વખાણ કરતા કહ્યું કે, “નંબર 3 પર બેટિંગ કરતી વખતે તમારે બોલરો પર હાવિ થવાનું હોય છે અને પડિક્કલે એ જ કર્યું. સતત બે સદી બનાવવી આસાન નથી હોતું. એક બેટ્સમેન તરીકે તેણે આ સાબિત કરી બતાવ્યું. તેની પાસે દરેક પ્રકારના શોટ્સ હતા. તેને તક મળી અને દમદાર બેટિંગ કરીને પોતાની કાબિલિયત સાબિત કરી.”

સંન્યાસ પછી ‘નવી ઇનિંગ’! યુરોપની ધરતી પર ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓનું કમબેક, T20 લીગમાં છવાઈ જશે ‘3 દિગ્ગજ’

Follow Us
Loading...
Unable to load recommendations.