Sachin Tendulkar એ કહ્યું, ‘મારી માતાએ મને 24 વર્ષમાં માત્ર એક વાર લાઈવ રમતા જોયો, જુઓ Video

|

May 31, 2023 | 4:06 PM

ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે વર્ષ 2013માં ક્રિકેટને અલવિદા કહી દીધું. તે હજુ પણ ટેસ્ટ અને ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેની નિવૃત્તિનો દિવસ વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકો માટે ભાવનાત્મક ક્ષણ હતો.

Sachin Tendulkar એ કહ્યું, મારી માતાએ મને 24 વર્ષમાં માત્ર એક વાર લાઈવ રમતા જોયો, જુઓ Video

Follow us on

ટીમ ઈન્ડિયાએ સચિન તેંડુલકરને જીત સાથે અલવિદા કહ્યું અને આ મેચ તેના ધરેલું મેદાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. સચિને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, તેમણે બીસીસીઆઈને આગ્રહ કર્યો કે, આ મેચ તેના ધરેલું મેદાન પર રમાડવામાં આવે જેથી તેની માતા તેને પ્રથમ વખત લાઈવ મેચ રમતા જોઈ શકે. આ સાથે સચિને કેટલીક યાદગાર ક્ષણો શેર કરી હતી

મારી માતાએ મને લાઈવ મેચ રમતો જોયો

સચિને કહ્યું કે, છેલ્લી મેચ પહેલા તેમણે બીસીસીઆઈને કહ્યું તેની 2 મેચ હજુ રમાવાની બાકી છે. અને જેમાંથી છેલ્લી મેચ મુંબઈમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સચિન ઈચ્છતો હતો કે, તેની માતા સ્ટેડિયમમાં આવી અને તેમને લાઈવ રમતા જોઈ શકે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ મુંબઈમાં સચિનની છેલ્લી મેચમાં યજમાની કરવાનો નિર્ણય લીધો હતો. સચિને કહ્યું કે, 24 વર્ષમાં માત્ર એક વખત મારી માતાએ મને લાઈવ મેચ રમતો જોયો. સચિને આ સાથે કહ્યું કે, તેના ભાઈ સિવાય તેના પરિવારના અન્ય કોઈ સભ્યોએ તેને લાઈવ રમતા જોયા ન હતા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

ભારતના પૂર્વ કેપ્ટન સિચને જણાવ્યું હતુ કે, મેદાન પર તેની માતાને જોઈ તે ખુબ ખુશ થયા હતા. જ્યારે હું બેટિગ કરી રહ્યો હતો ત્યારી માતાને મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા હતા.સ્ટેડિયમમાં બેઠેલા તમામ દર્શકોએ મારી માતાને મોટી સ્ક્રીન પર જોઈ અને તે સમયે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો પરંતુ તેમ છતાં મેં બેટિંગ પર ધ્યાન આપ્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article