સચિન તેંડુલકરનું પૂરું નામ સચિન રમેશ તેંડુલકર છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar )નો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. સચિન તેંડુલકરને ક્રિકેટ ઈતિહાસના મહાન બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. સચિન તેંડુલકર એવો બેટ્સમેન છે જેણે ODI અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે ખુબ પ્રેમાળ પણ છે. એક સારા ક્રિકેટર હોવા ઉપરાંત સચિન એક સારો માણસ પણ છે. તે ક્રિકેટના મેદાન પર જેટલો શાંત દેખાય છે. તે રિયલ લાઈફમાં પણ એટલું જ સાદું જીવન જીવે છે.
26 ઓગસ્ટ, શનિવારે માસ્ટર બ્લાસ્ટર સચિને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે મેક્સ અને સ્પાઈક સાથે ક્વોલિટી ટાઈમ પાસર કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં સચિન તેના કૂતરાને નવડાવ્યા બાદ ટુવાલથી ક્લિન કરતો જોવા મળ્યો હતો. આ પછી તે તેની સાથે સોફા પર મસ્તી કરતો જોવા મળ્યો હતો. પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે મારા બેસ્ટ મિત્ર મેક્સ અને સ્પાઈક
તેમણે એક વાતનો ખુલાસો પણ કર્યો છે, કે, સ્પાઈક સાથે તેની મુલાકાત કઈ રીતે થઈ. તેના ફાર્મહાઉનસના લોકો તેના બાળકો માર્કેટ ગયા હતા. તે સ્પાઈકને સાથે લઈને ફાર્મ હાઉસ લઈને આવ્યા હતા. તેને જાણ થઈ કે, તેની માતાએ જીવ ગુમાવી દીધો હતો. બસ ત્યારથી મે કહ્યું કે, સ્પાઈક હવે ક્યાંય પણ નહિ જાઈ અમારી સાથે રહેશે.સચિન તેંડુલકરે વધુમાં કહ્યું, ‘સ્પાઈક ફેન્સી બ્રીડ નથી, તે ભારતીય છે. પરંતુ તે ખૂબ જ પ્રેમાળ કૂતરો છે અને તે સુંદર છે. તેને ફક્ત પ્રેમ, આશ્રય અને ખોરાકની જરૂર છે. તેણે અમારું દિલ જીતી લીધું છે. હું એટલું જ કહી શકું છું કે સ્પાઇકે અમારું જીવન બદલી નાખ્યું છે.