50 Record on Sachin Tendulkar 50th Birthday: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે 50 વર્ષ પુરા કર્યા છે. આ ખાસ દિવસે સચિનના 50 જબરદસ્ત રેકોર્ડ પર નજર કરીશું, જેમાંથી કેટલા તૂટ્યા કેટલા મુશ્કેલ.
Sachin Tendulkar 50 record
Follow us on
મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે આજે 50 વર્ષ પુરા કર્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે. ભારતમાં ક્રિકેટનુ મહત્વ એક ધર્મની જેમની છે, તેને ચાહવાવાળાની સંખ્યા વિશાળ છે. અહીં ક્રિકેટની ટૂર્નામેન્ટ યોજાય એટલે તેનો માહોલ જબરદસ્ત હોય છે, જે દુનિયામાં બીજે જોવા મળવો મુશ્કેલ હોય છે. સચિન તેંડુલકરનના 50માં જન્મદિવસને આજે સૌ કોઈ ખાસ અંદાજથી ઉજવી રહ્યુ છે. માસ્ટર બ્લાસ્ટરના એવા 50 રેકોર્ડને આજના વિશેષ દિવસે યાદ કરીશુ જેમાંથી ઘણાંખરા રેકોર્ડને તોડવા એ મુશ્કેલ છે.
50માં જન્મદિવસ મનાવી રહેલા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે રચેલા એવા 50 વિક્રમો પર નજર કરીશુ.
સચિનના 50માં જન્મદિવસે 50 રેકોર્ડ પર નજર
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 51 સદી
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 15, 921 રન
ટેસ્ટ ડેબ્યૂ કરનાર 5મો સૌથી યુવા ખેલાડી. 16 વર્ષમાં 205 દિવસમાં આ કારનામું કર્યું
વિદેશી અને તટસ્થ સ્થળો પર સૌથી વધુ 54.74ની સરેરાશ સાથે એશિયન બેટ્સમેન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 34, 357 રન
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં 53.78ની સર્વોચ્ચ સરેરાશ
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 11 સદી ફટકારનાર બીજો બેટ્સમેન. ઈંગ્લેન્ડના જેક હોબ્સના નામે 12 સદી છે.
મહત્તમ 6 કેલેન્ડર વર્ષમાં 1000 ટેસ્ટ રનનો આંકડો પાર કર્યો. તેંડુલકરે આ રેકોર્ડ 1997, 1999, 2001, 2002, 2008 અને 2010માં બનાવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે 55ની સરેરાશ
સેના દેશોમાં સૌથી વધુ ટેસ્ટ સરેરાશ 51.3
સચિન જેમની સામે રમ્યો હતો તે તમામ 9 ટેસ્ટ રમનારા દેશોની બેટિંગ એવરેજ 40 થી વધુ હતી.
ટેસ્ટમાં 8000 રન બનાવનાર બીજા સૌથી ઝડપી બેટ્સમેન. સચિન (154 ઇનિંગ્સ) પહેલા સંગાકારાએ (152 ઇનિંગ્સ) આ કારનામું કર્યું હતું.