
SA vs BAN : વર્લ્ડ કપ-2023ની 23મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનથી હરાવ્યુ છે. ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાનો આ ચોથો વિજય છે. તેને નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાના (South Africa) 8 પોઈન્ટ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 382 રન બનાવ્યા હતા.
શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ક્વિન્ટન ડી કોકે 174 રનની ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસને 90 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 46.4 ઓવરમાં 233 રન બનાવી શક્યું હતુ.બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 111 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકા તરફથી જેન્સને 2 વિકેટ, વિલિયમ્સે 2, કોએત્ઝીએ 3 વિકેટ, રબાડાએ 2 અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી હતી.
A stupendous 174 helps Quinton de Kock garner his second @aramco #POTM of #CWC23 #SAvBAN pic.twitter.com/iDYuhawehD
— ICC (@ICC) October 24, 2023
સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે 382 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ડી કોકે 140 બોલમાં 174 રન ફટકારીને વર્તમાન ટુર્નામેન્ટમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં 15 ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે કેપ્ટન એડન માર્કરામ (69 બોલમાં 60 રન) સાથે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ ડી કોકે ચોથી વિકેટ માટે ક્લાસેન સાથે માત્ર 87 બોલમાં 142 રન જોડ્યા હતા.
આ પણ વાંચો : PAK vs AFG: પાકિસ્તાનની ખરાબ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ગુસ્સે થયો વસીમ અકરમ, સંભળાવ્યા આકરા શબ્દો, જુઓ Video