Ruturaj Gaikwad, IPL 2023: ઋતુરાજ ગાયકવાડે એક જ બોલ પર કેચ આઉટ થયો અને છગ્ગો પણ ફટકાર્યો! નોંધાવી અડધી સદી-Video

Ruturaj Gaikwad, IPL 2023: ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ક્વોલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલમાં સીધા પહોંચવા માટેની ટક્કર થઈ રહી છે.

Ruturaj Gaikwad, IPL 2023: ઋતુરાજ ગાયકવાડે એક જ બોલ પર કેચ આઉટ થયો અને છગ્ગો પણ ફટકાર્યો! નોંધાવી અડધી સદી-Video
Ruturaj Gaikwadn એ અડધી સદી નોંધાવી
| Edited By: | Updated on: May 23, 2023 | 10:01 PM

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ચેન્નાઈને માટે શરુઆત ઓપનરોએ સારી અપાવી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી. પરંતુ આ પહેલા મેચ શરુ થવા સાથે જ ગજબ દાવ થઈ ગયો હતો. ગુજરાતના ખેલાડીઓ જોતા રહી ગયા હતા, તો નિરાશામાં પળવાર માટે ડૂબેલા ચેન્નાઈના ચાહકો એકાએક જ ઉત્સાહમાં આવી ગયા હતા.

ઋતુરાજ ગાયકવાડને શરુઆતમાં જ દર્શન નાલકંડેએ પોતાના બોલ પર ફસાવતા કેચ ઝડપાવ્યો હતો. ગુજરાતની ટીમના ખેલાડીઓ મેદાનમાં ઝૂમી ઉઠ્યા હતા. ખેલાડીઓ પ્રથમ સફળતા મળ્યાનો આનંદ માણી રહ્યા હતા. પરંતુ ત્યાં જ મેદાનમાં જે અવાજ સંભળાયો એનાથી પળવારમાં જ ખુશીઓ નિરાશામાં પલટાઈ ગઈ હતી. તો વળી શાંત થઈ ગયેલુ ચેપોકમાં એક જ એક જ માહોલ બદલાઈ ગયો હતો. કારણ કે અંપાયરે દર્શનને કેચ આઉટ કરાવેલ એ બોલને નો-બોલ જાહેર કર્યો હતો.

 

 

પહેલા કેચ, બાદમાં સિક્સર

No Ball પર ઋતુરાજ ગાયકવાડને જીવતદાનતો મળ્યુ હતુ પરંતુ હવે તેણે ફ્રિ-હિટનો સામનો કરીને પુરો લાભ ઉઠાવવાનો હતો. જે તેણે બખૂબી કરી દેખાડ્યુ હતુ. ગાયકવાડે ફ્રિ-હિટ પર મિડ ઓન પર ચેન્નાઈના ડ્રેસિંગ રુમ તરફ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. આમ દર્શન નાલકંડેના બોલ પર પહેલા કેટ આપ્યો અને પછી છગ્ગો ફટકાર્યો હતો. જોકે આ જીવતદાન બાદ તો ગુજરાતની ટીમના બોલર્સે તેને રોકવો મુશ્કેલ થઈ ગયુ હતુ. ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી. તેણે 44 બોલમાં 60 રન નોંધાવ્યા હતા. આમ 87 રનની ભાગીદારી પ્રથમ વિકેટ માટે નોંધાઈ હતી.

 

ચેન્નાઈ અને ગુજરાતની પ્લેઈંગ 11

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષાના.

ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નલકંડે, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

 

આ પણ વાંચોઃ  CSK vs GT, IPL 2023: હાર્દિક પંડ્યાએ ધોની સામે ખેલ્યો મોટો દાવ, પાણી પીવડાવનારને સીધો ક્વોલિફાયરમાં ઉતાર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:54 pm, Tue, 23 May 23