ક્રિકેટમાં હંમેશા અવનવા રેકોર્ડ બનતા હોય છે, જેને જોઈ લોકો દંગ રહી જાય છે, પરંતુ સોમવારના રોજ વિજય હજારે ટ્રોફીમાં ભારતી બેટ્સેમન ઋતુરાજ ગાયકવાડે આવું જ કાંઈક કર્યું છે. જેને વિશે ક્યારે વિચાર્યું પણ ન હોય, બેટિંગ માટે જાણીતા ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુપી વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. ગાયકવાડે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. ગાયકવાડે પોતાની આ કમાલની ઈનિગ્સમાં એક જ ઓવરમાં 7 સિક્સ ફટકારી રેકોર્ડ કર્યો હતો.
ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્રની ઈનિગ્સમાં 49મી ઓવરમાં સતત 7 સિક્સ ફટકારી આ રેકોર્ડ કર્યો છે. ગાયકવાડ દુનિયાનો પ્રથમ બેટસમેન છે, જેમણે એક જ ઓવરમાં સતત 7 સિક્સ ફટકારી છે. ગાયકવાડે આ કારનામું યૂપીના ડાબા હાથના સ્પિનર શિવા સિંહના બોલ પર કારનામું કર્યું હતુ.
6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣
Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥
Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES
— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022
ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સ કેવી રીતે ફટકારી તે એક મોટો સવાલ છે. ચાલો તમને જણાવીએ કે આ કારનામું બેટસમેને કેવી રીતે કર્યું
ઋતુરાજ ગાયકવાડે પોતાની ઈનિંગમાં 16 સિક્સર ફટકારી હતી. તમને જણાવી દઈએ કે ગાયકવાડે 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પછી તેણે આગામી 50 બોલમાં 120 રન બનાવ્યા.ગાયકવાડ એક ઓવરમાં સૌથી વધુ 43 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ઉપરાંત, ગાયકવાડે લિસ્ટ Aમાં 58.71ની એવરેજથી 3758 રન બનાવ્યા છે.