IPL 2022: જોસ બટલર સિઝન 2022માં પ્રથમ વાર ડિજિટમાં થયો આઉટ, 8મી ઈનીંગમાં 8 રન પર ગુમાવી વિકેટ, સ્ટ્રાઈક રેટ 88.88નો રહ્યો

|

Apr 26, 2022 | 11:23 PM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નું સૂત્ર હલ્લા બોલ છે. જોસ બટલર IPLની 15મી સિઝનમાં તેના માટે આ કામ કરી રહ્યો હતો. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે જોસ બટલર બેટથી બોસ સાબિત થયો ન હતો.

IPL 2022: જોસ બટલર સિઝન 2022માં પ્રથમ વાર ડિજિટમાં થયો આઉટ, 8મી ઈનીંગમાં 8 રન પર ગુમાવી વિકેટ, સ્ટ્રાઈક રેટ 88.88નો રહ્યો
Jos Buttler બેંગ્લોર સામે 8 રન કરી આઉટ થયો હતો

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નું સૂત્ર હલ્લા બોલ છે. જોસ બટલર IPLની 15મી સિઝનમાં તેના માટે આ કામ કરી રહ્યો હતો. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે જોસ બેટથી બોસ સાબિત થયો ન હતો. તેના બેટનું મૌન ટીમના સ્કોર બોર્ડને ગ્રહણ કરી રહ્યુ હોય તેવું લાગતું હતું. બટલર (Jos Buttler) સસ્તામાં પરત ફરવો એ રાજસ્થાન રોયલ્સ માટે એક મોટી ઘટના હતી અને તે તેના માટે પણ કંઈક એવુ જ થયુ હતુ. જોશ હેઝલવુડે બટલરની રમતને બગાડીને મેચને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફ વાળવાનું કામ કર્યું હતું. હેઝલવુડે તેની બીજી ઓવરના પ્રથમ બોલ પર બટલર સાથે જે કર્યું તે આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત તેની સાથે જોવા મળ્યું.

મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો હતો. ટોસ જીત્યા પછી, તેણે બોલિંગ કરવાનું પસંદ કર્યું અને તેનો દાવ ચાલી ગયો. રાજસ્થાને પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. તેમાંથી બેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યા અને બટલરની મોટી વિકેટ જે હેઝલવુડના ખાતામાં પડી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

IPL 2022 માં પહેલીવાર સિંગલ ડિજિટ પર આઉટ થયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જોસ બટલરે 9 બોલનો સામનો કર્યો અને માત્ર 8 રન બનાવ્યા. આ દરમિયાન તેણે માત્ર એક જ બાઉન્ડ્રી ફટકારી હતી. આઈપીએલ 2022ની પિચ પર આ તેની 8મી ઈનિંગ હતી અને આમાં તેનો સ્ટ્રાઈક રેટ 88.88 હતો. હેઝલવુડે તેને તેની બીજી ઓવરના પહેલા બોલ પર મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ ઘટના IPL 2022માં પહેલીવાર બની જ્યારે બટલર સિંગલ ડિજિટમાં આઉટ થયો હતો.

 

હેઝલવુડે વિકેટ ઝડપી

જોશ હેઝલવુડની બીજી ઓવર રાજસ્થાનના દૃષ્ટિકોણથી ઘાતક હતી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દૃષ્ટિકોણથી ફાયદાકારક હતી. આ ઓવરમાં રાજસ્થાન તરફથી રન પણ નહોતા બન્યા અને બટલર તરીકે તેની મોટી વિકેટ પણ પડી ગઈ હતી. બટલરના આઉટ થયા બાદ રાજસ્થાન રોયલ્સની વિકેટો નિયમિત અંતરે પડતી રહી, જેના કારણે તેના સ્કોર બોર્ડ પર ગ્રહણ લાગી ગયું.

જોસ બટલરે આ ઇનિંગ પહેલા રમાયેલી 7 ઇનિંગ્સમાં 491 રન બનાવ્યા હતા, જેમાં 3 સદી અને 2 અડધી સદી સામેલ હતી. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તે બે આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો.

 

આ પણ વાંચો : Arvalli: ચોરી આચરતી ગેંગનો સુત્રધાર અરવલ્લી LCB એ ભિલોડા નજીક થી ઝડપ્યો, સોના-ચાંદીના લગડીઓ અને દાગીના જપ્ત

આ પણ વાંચો : IPL 2022: રોવમેન પોવેલનો ગજબનો દાવો! અંપાયરના કારણે 6 બોલમાં 6 છગ્ગા ના લગાવી શક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:57 pm, Tue, 26 April 22

Next Article