
બુધવારે IPL 2023 ની 26 ટક્કર જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. રાજસ્થાનની ટીમે પોતાના હોમગ્રાઉન્ડમાં રનચેઝ કરવાની યોજના બનાવી છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરશે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ છે. ટોસ હારીને કેએલ રાહુલની ટીમ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર ખડકવાનો પ્રયાસ કરશે. જેસન હોલ્ડર ટીમમાં પરત ફર્યો છે, જ્યારે એડમ ઝમ્પા બહાર થયો છે. અફઘાનિસ્તાનનો ઝડપી બોલર નવીન-ઉલ-હક લખનૌ તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપરના સ્થાને છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ રાજસ્થાન બાદ બીજા સ્થાને છે. બંને ટીમો શાનદાર પ્રદર્શન સિઝનમાં દર્શાવી રહી છે. રાજસ્થાનની ટીમ સિઝનમાં 5 મેચ રમીને 4 મેચમાં જીત મેળવી ચુકી છે. અત્યાર સુધીમાં તમામ ટીમો પોતાની 5 મેચ રમી ચુકી છે, જેમાં સૌથી વધારે 4 જીત માત્ર રાજસ્થાન રોયલ્સ નોંધાવી શક્યુ છે. શરુઆતથી જ સિઝનમાં રાજસ્થાન અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યુ છે.
Rajasthan Royals Skipper Sanju Samson wins the toss and elects to bowl first in their first home game in Jaipur.
Live – https://t.co/gyzqiryPIq #TATAIPL #RRvLSG #IPL2023 pic.twitter.com/58U0FhChXJ
— IndianPremierLeague (@IPL) April 19, 2023
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા
લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, યુદ્ધવીર સિંહ ચરક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન અને નવીન-ઉલ-હક
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:21 pm, Wed, 19 April 23