એમએસ ધોની (MS Dhoni) ની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પહેલા ભારતમાં યોજાયેલ વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો. હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયા (Team India) ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દેવદાર છે. એમએસ ધોનીની જેમ કરિશ્માયુક્ત ભારતીય સફળ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.
આવી સ્થિતિમાં, આશા વધી ગઈ છે કે રોહિત પણ તે જ કારનામું કરશે જે ધોનીએ કર્યું હતું. આ અંગે 2011થી અલગ-અલગ સંયોગો જોડાઈ રહ્યા છે. આવો જ એક વધુ સંયોગ છે, જેની હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી અને તે ભારત-બાંગ્લાદેશ મેચ સાથે સંબંધિત છે, જે સંકેત આપી રહ્યું છે કે રોહિતની કેપ્ટન્સીમાં ભારત ચેમ્પિયન બનશે.
આ વખતે એવો સંયોગ બની રહ્યો છે જેનો સંબંધ ધોની અને રોહિતના રેકોર્ડ સાથે છે જેના પર તમામ આશાઓ ટકેલી છે. ધોની અને રોહિત ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. આમ છતાં બાંગ્લાદેશ સામેના વનડે રેકોર્ડની વાત કરવામાં આવે ધોની તેના સુકાની કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ સામે 3 મેચ હારી ગયો હતો અને રોહિત પણ બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં 3 મેચ હારી ચૂક્યો છે.
ખાસ વાત એ છે કે રેગ્યુલર કેપ્ટન બનતા પહેલા રોહિતે બાંગ્લાદેશ સામે 2 ODI મેચમાં કમાન સંભાળી હતી અને બંનેમાં જીત મેળવી હતી. પરંતુ ડિસેમ્બર 2021માં ફૂલ ટાઈમ કપ્તાની સંભાળ્યા બાદ બાંગ્લાદેશે તમામ 3 મેચ જીતી હતી. આ તે સંયોગ છે જે આશા જગાડે છે કે કદાચ ધોની જેવો રેકોર્ડ હોવાથી રોહિત પણ તેની જેમ વર્લ્ડ કપ જીતી શકશે. જો આવું 19 સપ્ટેમ્બરે થશે તો તેનું નામ વર્લ્ડ ચેમ્પિયન કપ્તાનની લિસ્ટમાં સામેલ થઈ જશે.
ધોનીની કપ્તાની હેઠળ ભારતે બાંગ્લાદેશ સામેની દરેક ODI મેચ જીતી હતી. એ જ રીતે, રોહિતની કપ્તાની હેઠળ હાંસલ કરાયેલી બે જીત પણ 2018 એશિયા કપમાં આવી હતી. પ્રથમ વખત રોહિત ODI વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે અને આવી સ્થિતિમાં તે અહીં પણ જીત નોંધાવવા માંગશે.
આ પણ વાંચો : IND vs BAN : પુણેમાં ઈતિહાસનું પુનરાવર્તન કરવા બાંગ્લાદેશ તૈયાર, ટીમ ઈન્ડિયા સાવધાન !
ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ છે, સ્વાભાવિક રીતે જ ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર છે. બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ અને વર્લ્ડ કપનો ઈતિહાસ ભારતની તરફેણમાં છે. આ વખતે પણ કંઈક આવું જ થવાની ધારણા છે. ટીમ ઈન્ડિયા માત્ર આશા રાખશે કે વર્લ્ડ કપમાં થયેલા છેલ્લા બે અપસેટની જેમ બાંગ્લાદેશ પણ 2007માં જેવું પુનરાવર્તન ન કરે.
Published On - 8:43 am, Thu, 19 October 23