INDvSL: ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માએ આપ્યું મહત્વનું નિવેદન

|

Feb 23, 2022 | 4:19 PM

ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ રોહિત શર્મા માટે પહેલુ અસાઇનમેન્ટ છે

INDvSL: ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માએ આપ્યું મહત્વનું નિવેદન
Rohit Sharma (PC: BCCI)

Follow us on

ટી20 અને વન-ડેના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) ને લઇને એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી બાદ નવા ટેસ્ટ ટીમનો સુકાની પદે તેની જ નિયુક્તી કરવામાં આવશે. અને તે પ્રમાણે જ થયું. જ્યારે બોર્ડના પસંદગીકર્તાના અધ્યક્ષ ચેતન શર્મા (Chetan Sharma) એ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ (INDvSL) માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી ત્યારે ટેસ્ટ ટીમની કમાન રોહિત શર્માને સોપી હતી. આમ રોહિત શર્મા ભારતને 35મોં ટેસ્ટ સુકાની બન્યો હતો. રોહિત શર્માએ આ અંગે કહ્યું કે ત્રણેય ફોર્મેટમાં સુકાની પદ સંભાળવું તે એક ‘શાનદાર અનુભૂતિ’ છે.

શ્રીલંકાનો ભારત પ્રવાસ ત્રણ મેચની ટી20 સીરિઝથી શરૂ થશે. જેની શરૂઆત 24 ફેબ્રુઆરીના રોજ થશે. આ સીરિઝની પહેલી મેચ લખનૌમાં રમાશે. જ્યારે બાકીની બંને મેચ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સીરિઝની શરૂઆત 4 માર્ચથી થશે અને પહેલી ટેસ્ટ મોહાલીમાં રમાશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ બેંગ્લુરુમાં રમાશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 


પહેલી ટી20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં સુકાનીને લઇને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું કે, “આ ઘણી સન્માનની વાત છે અને ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમ માટે સુકાની પદ સંભાળવું તે હંમેશા શાનદાર એહસાસ હોય છે. જોકે તેની સાથે ઘણા પડકારો પણ સામે આવે છે. હું ટીમનું સુકાની પદ સંભાળીને ખુશ છું. અમારી પાસે ઘણા બધા ખેલાડીઓ છે, એટલા માટે હું તે બધાને મેદાન પર લઇ આવવા માંગું છું અને તેનું શું પરિણામ આવી શકે છે તે જોવા ઉત્સુક છું.

શ્રીલંકા સામે 4 માર્ચથી શરૂ થનાર 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં સુકાની બન્યા બાદ રોહિત શર્માનું આ પહેલું અસાઇનમેન્ટ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ટેસ્ટ ટીમમાં એક મહત્વપુર્ણ સભ્ય બની ગયો છે. ટીમના મુખ્ય ખેલાડીઓમાં તેનું નામ આવે છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ. ભરત, આર. અશ્વિન (ફિટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

આ પણ વાંચો : IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ

આ પણ વાંચો : IND vs SL: વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરી પહોંચી શકે છે નંબર 1 સ્થાન પર

Next Article