
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ માટે રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા એ જણાવ્યું કે રોહિત શર્મા હવે ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન છે. આ શ્રેણી માટે ભારતીય ટેસ્ટ અને ટી20 ટીમમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ઘણા જૂના અને જામેલા ચહેરાઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક ભુલાઈ ગયેલા ખેલાડીઓને ફરીથી તક આપવામાં આવી છે.
આ સિવાય નવા ચહેરા પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યા છે. આ સંદર્ભમાં, પસંદગીકારોએ ભારતીય ટીમનો દેખાવ બદલવાનો ખૂબ પ્રયાસ કર્યા છે. આવો જાણીએ ભારતીય ટીમની જાહેરાત સાથે જોડાયેલા મોટા અપડેટ્સ વિશે.
ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે રોહિ શર્માની પસંદગી સંભાવનાઓ મુજબ કરવામાં આવી છે. હિટમેને વિરાટ કોહલીનુ સ્થાન લીધુ છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
ભારતીય ટીમમાં સૌરભ કુમારના રૂપમાં એક નવો ચહેરો આવ્યો છે. આ ખેલાડી ઉત્તર પ્રદેશનો છે. તે લેફ્ટ આર્મ સ્પિન બોલર છે.
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, શુભમન ગિલ, કેએસ ભરત, આર. અશ્વિન (ફિટનેસ આધારીત), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૌરભ કુમાર.
રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ. સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
Published On - 10:37 pm, Sat, 19 February 22