
રોહિત શર્માએ ક્રિકેટના મેદાન બાદ હવે ગેમિંગની દુનિયામાં પણ નવી ઇનિંગ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટના સ્ટારે LightFury Gamesમાં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે. કંપનીની આગામી ક્રિકેટ ગેમ eCricketમાં રોહિત સત્તાવાર લાઇસન્સ ધરાવતા ખેલાડી તરીકે પણ જોવા મળશે. આ ગેમનો ક્લોઝ્ડ બીટા સપ્ટેમ્બર 2026થી શરૂ થવાનો છે અને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકો સાઇન અપ કરી ચૂક્યા છે.
રોહિત શર્મા LightFury Gamesમાં રોકાણ કરનારા ફેમસ ભારતીય ક્રિકેટરોની યાદીમાં જોડાયા છે. કંપની સાથે એમએસ ધોની, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, તિલક વર્મા અને સાઈ સુદર્શન જેવા ક્રિકેટરો પણ વ્યૂહાત્મક રોકાણકાર તરીકે જોડાયેલા છે. રોહિતના જોડાવાથી કંપનીની ક્રિકેટ ગેમિંગ ક્ષેત્રે પહોંચ વધુ મજબૂત થવાની અપેક્ષા છે.
Former Indian cricket captain @ImRo45 has joined Bengaluru-based game-tech studio @Lightfurygames as an investor. He will also feature as an officially licensed playable character in its upcoming cricket title eCricket.
Sharma joins @msdhoni, @Jaspritbumrah93, @hardikpandya7,… pic.twitter.com/wMh410jrB8
— YourStory (@YourStoryCo) August 24, 2026
LightFury Gamesની eCricketનો ક્લોઝ્ડ બીટા સપ્ટેમ્બર 2026થી તબક્કાવાર શરૂ થશે. કંપની અનુસાર, અત્યાર સુધી ત્રણ લાખથી વધુ લોકો ગેમ માટે નોંધણી કરાવી ચૂક્યા છે. બીટા તબક્કામાં પસંદ કરાયેલા ખેલાડીઓ ગેમનો અનુભવ મેળવી શકશે અને તેમના પ્રતિસાદના આધારે અંતિમ વર્ઝનમાં જરૂરી સુધારા કરવામાં આવશે.
LightFury Games unveils new teaser for eCricket as Rohit Sharma joins as investor ahead of closed beta in September https://t.co/gDhM9oLXHi pic.twitter.com/k6lnhaBE6s
— FoneArena Mobile (@FoneArena) August 24, 2026
eCricketમાં ‘Ultimate Squad’ નામનો ખાસ ગેમ મોડ હશે. તેમાં 700થી વધુ સત્તાવાર લાઇસન્સ ધરાવતા ક્રિકેટરોમાંથી પોતાની પસંદગીની ટીમ બનાવવાની તક મળશે. ગેમમાં વાસ્તવિક ક્રિકેટ ફિઝિક્સ, ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રાફિક્સ અને મલ્ટિપ્લેયર અનુભવ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પણ ગેમમાં સત્તાવાર કોમેન્ટેટર તરીકે જોવા મળશે.
LightFury Gamesની સ્થાપના 2024માં કરણ શ્રોફ, અનુરાગ બેનર્જી અને ટીના બાલાચંદ્રને કરી હતી. કંપનીએ 2026માં વૈશ્વિક ક્રિકેટ ગેમિંગ ફ્રેન્ચાઇઝના વિકાસ માટે 11 મિલિયન ડોલરનું ફંડિંગ મેળવ્યું હતું. કંપનીમાં 120થી વધુ ડેવલપર્સ અને ગેમિંગ ક્ષેત્રના નિષ્ણાતો કામ કરી રહ્યા છે. હવે રોહિત શર્માના રોકાણથી eCricketને ક્રિકેટ ચાહકો સુધી પહોંચાડવાની કંપનીની યોજના વધુ મજબૂત બની શકે છે.