વ્હાઇટ બોલની કેપ્ટનશીપ સંભાળ્યા પછી, રોહિત શર્મા (Rohit Sharma) આ ફોર્મેટમાં વિરાટ કોહલી (Virat Kohli) ના 5 વર્ષના કાર્યકાળને વર્ણવતો જોવા મળ્યો હતો. ભલે તે કહે કે તેને સફેદ બોલની ક્રિકેટમાં વિરાટની કેપ્ટનશીપમાં રમવાની મજા આવી. પરંતુ, શું વિરાટ પણ તેની કેપ્ટનશિપમાં રમવા માંગે છે? દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસે જતાં પહેલા જે સ્થિતિ સર્જાઈ છે તે અનેક સવાલો ઉભા કરી રહી છે.
પહેલા રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો અને પછી એવા સમાચાર પણ આવ્યા કે વિરાટ કોહલી વનડે સિરીઝમાં નહીં રમે. વિરાટે BCCIને ODI સિરીઝમાંથી ખસી જવાના નિર્ણયની જાણકારી પણ આપી દીધી છે.
રોહિતનું ટેસ્ટ સીરીઝ અને વિરાટનું વનડે સીરીઝમાંથી ખસી જવાનું પણ એક કારણ છે. રોહિત શર્મા ઈજાનો શિકાર બન્યો હોવાથી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. BCCI દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેના ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા છે, જેના કારણે તે 3 ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ બની શકશે નહીં.
આ દરમિયાન વિરાટ કોહલીના ODI શ્રેણીમાંથી હટવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ તેને તેના ફેમિલી બ્રેક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે 3 વન-ડે મેચોની સિરીઝ રમવાની છે, તે સમયે તેની પુત્રી વામિકનો પણ પ્રથમ જન્મદિવસ છે. રિપોર્ટ અનુસાર, વિરાટે BCCI ને આ જ દલીલ આપતા સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ અને રોહિત વચ્ચે ODI અને ટેસ્ટ શ્રેણીમાંથી ખસી જવા પાછળ સફેદ બોલની કેપ્ટનશીપનો વિવાદ છે કે કેમ. પરંતુ, તેના વિશે અટકળો લગાવવામાં આવી રહી છે. વાસ્તવમાં, વિરાટ કોહલી હજુ સુધી ODI કેપ્ટનશીપ છોડવાના મૂડમાં નહોતો. પરંતુ, ગયા અઠવાડિયે BCCIએ તેને હટાવીને રોહિતને ODIનો કેપ્ટન બનાવ્યો હતો.
જોકે, કોહલીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને ન તો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટેસ્ટ કેપ્ટન કોહલી પણ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે પરંતુ તેણે ત્યાં પણ તેના વિશે કંઈ લખ્યું નથી. પરંતુ જો વિરાટની નજીકના સૂત્રોનું માનીએ તો આ નિર્ણયથી તે ચોક્કસપણે ચોંકી ગયો હતો.
Published On - 9:37 am, Tue, 14 December 21