Rohit Sharma Record : રોહિત શર્મા વનડે ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આવુ કરનાર તે પહેલો ભારતીય બન્યો

|

Jul 13, 2022 | 7:48 AM

Cricket : લાંબા સમયથી ખરાબ પ્રદર્શનથી ઝઝુમી રહેલ રોહિત શર્મા (Rohit Sharma) એ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં રોહિત શર્માએ 58 બોલમાં 76 રન બનાવ્યા હતા.

Rohit Sharma Record : રોહિત શર્મા વનડે ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આવુ કરનાર તે પહેલો ભારતીય બન્યો
Rohit Sharma (PC: BCCI)

Follow us on

ભારતીય ટીમ (Team India) એ શાદનાર પ્રદર્શન કરતા પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. તો ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ આ મેચમાં શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાત એવી છે કે ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ODI ક્રિકેટમાં 250 છગ્ગા ફટકારવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા પહેલો ભારતીય ખેલાડી છે જેણે ODI ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી હોય.

મહત્વનું છે કે લાંબા સમયથી ખરાબ પ્રદર્શનથી ઝઝુમી રહેલ રોહિત શર્મા (Rohit Sharma) એ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અડધી સદી ફટકારી હતી. આ મેચમાં રોહિત શર્માએ 58 બોલમાં 76 રન બનાવ્યા હતા.

ભારતે પહેલી વન-ડે સહેલાઇથી જીતી લીધી

આ સાથે જ જો મેચની વાત કરીએ તો ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી યજમાન ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડના ટોપ 3 બેટ્સમેનો કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. યજમાન ટીમ ખરાબ શરૂઆત બાદ મેચમાં વાપસી કરવામાં પણ નિષ્ફળ રહી હતી અને માત્ર 110 રનના સામાન્ય સ્કોર પર પુરી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર ચોથો બેટ્સમેન બન્યો

રોહિત શર્માએ 231 મેચમાં 250 સિક્સર ફટકારી છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી વન-ડેમાં સૌથી વધુ સિક્સર મારનારની યાદીમાં ટોચ પર છે. આફ્રિદીના નામે 391 છગ્ગા છે. તો ક્રિસ ગેલ આ યાદીમાં બીજા નંબર પર છે. તેણે 331 છગ્ગા ફટકાર્યા છે. ત્રીજા નંબર પર શ્રીલંકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યા છે. તેના નામે ODI ક્રિકેટમાં 270 છગ્ગા છે. આવનારા સમયમાં જોવાનું રહેશે કે રોહિત આ લિસ્ટમાં ક્યાં આવે છે.

જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સૌથી સફળ બોલર રહ્યો હતો. જસપ્રીત બુમરાહે 19 રનમાં 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. તો બીજી તરફ મોહમ્મદ શમી (Mohammed Shami) એ 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઈંગ્લેન્ડના 110 રનના જવાબમાં ભારતીય ટીમે 18.4 ઓવરમાં કોઈપણ નુકશાન વગર 114 રન બનાવીને મેચ જીતી લીધી હતી. સુકાની રોહિત શર્માએ 76 જ્યારે શિખર ધવને 31 રન બનાવ્યા હતા.

મો. શમી સૌથી ઝડપી 150 વિકેટ લેનાર પહેલા ભારતીય બોલર બન્યો

ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડે મેચમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હવે તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. મોહમ્મદ શમી પહેલા આ રેકોર્ડ અજીત અગરકરના નામે હતો. તેણે 97 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. તો મોહમ્મદ શમીએ આ સિદ્ધી 80 મેચમાં મેળવી હતી.

સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર

  1. મિચેલ સ્ટાર્કઃ 77 મેચ (ઓસ્ટ્રેલિયા)
  2. સકલૈન મુશ્તાક 78 મેચ (પાકિસ્તાન)
  3. મોહમ્મદ શમી/રાશિદ ખાન 80 મેચ (ભારત, અફઘાનિસ્તાન)
  4. ટ્રેન્ટ બોલ્ટ 81 મેચ (ન્યુઝીલેન્ડ)
  5. બ્રેટ લી 82 મેચ (ઓસ્ટ્રેલિયા)
Next Article