ભારતે (Team India) વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે 5 વિકેટે આસાનીથી જીતી લીધી હતી. વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને 115 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને રોહિત શર્માની ટીમે 163 બોલમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પ્રથમ વનડેમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 3 અને કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતીય આક્રમણ સામે વિન્ડીઝના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા.
બોલરોનું સારું પ્રદર્શન છતાં રોહિત શર્માએ મેદાન પર જ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાનો ગુસ્સો શાર્દુલ ઠાકુર પર ઠાલવ્યો હતો. કુલદીપ અને જાડેજા વેસ્ટ ઈન્ડિઝને ઓલઆઉટ કરે તે પહેલા રોહિત શાર્દુલ પર ગુસ્સે થઈ ગયો અને અપશબ્દો બોલ્યો હતો. વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 19મી ઓવરમાં શાર્દુલ મિડ-ઓફ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, કુલદીપની પહેલી ઓવરમાં શાર્દુલની નબળી ફિલ્ડિંગને કારણે વિન્ડીઝના કેપ્ટન શાઈ હોપે કેટલાક વધારાના રન ઉમેર્યા હતા.
Lord Shardul Thakur’s poor fielding angers Rohit Sharma.
Extra run stolen by Shai Hope.#WIvIND | #INDvWI pic.twitter.com/TpkWA5zPwD
— Saikat Ghosh (@Ghosh_Analysis) July 27, 2023
શાર્દુલ ઠાકુરની નબળી ફિલ્ડિંગના કારણે વિન્ડીઝના બેટ્સમેને 3 રન પૂરા કર્યા હતા. તે સમયે હોપ 34 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો હતો. તેણે કુલદીપના બોલ પર ડ્રાઈવ રમી હતી. બોલ ઝડપી ન હતો. ઠાકુરે બોલને રોકવાનો પ્રયાસ કર્યો. એવું લાગતું હતું કે બે થી વધુ રન નહીં આવે, પરંતુ ઠાકુરની ખરાબ ફિલ્ડિંગના કારણે હોપે 3 રન લઈ લીધા. તેની આ ફિલ્ડિંગ જોઈને રોહિતનો પારો વધી ગયો અને તેણે મેદાન પર ઠાકુર પર પોતાનો ગુસ્સો ઠાલવવામાં એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો.
શાર્દુલ ઠાકુર ભારતીય બોલિંગ લાઇન અપનો સૌથી અનુભવી ઝડપી બોલર હતો. તેણે 3 ઓવરમાં એક વિકેટ લીધી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બ્રાન્ડન કિંગને 17 રનમાં ક્લીન બોલ્ડ કર્યો હતો. તેને પ્રથમ વનડેમાં બેટિંગ કરવાની પણ તક મળી હતી, પરંતુ તે માત્ર 4 બોલનો સામનો કરી શક્યો હતો અને એક રન બનાવીને આઉટ થયો હતો.