Rohit Sharma: આ ખાસ ઉપલબ્ધિને લઇ રોહિત શર્માનુ મુંબઇમાં IPL પહેલા સન્માન કરાશે, સૂર્યકુમાર અને શાર્દુલ ઠાકુર પણ સાથે હશે

|

Feb 25, 2022 | 9:34 AM

IPL 2022નું આયોજન આ વખતે મુંબઈમાં જ થવાનું છે અને આવી સ્થિતિમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રોહિત સહિત અન્ય ક્રિકેટરો માટે આ સન્માન સમારોહનું આયોજન કરશે.

Rohit Sharma: આ ખાસ ઉપલબ્ધિને લઇ રોહિત શર્માનુ મુંબઇમાં IPL પહેલા સન્માન કરાશે, સૂર્યકુમાર અને શાર્દુલ ઠાકુર પણ સાથે હશે
Rohit Sharma ટીમ ઇન્ડિયાનો ત્રણેય ફોર્મેટમાં નિયમીત કેપ્ટન નિયૂક્ત થઇ ચુક્યો છે.

Follow us on

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે હાલમાં T20 સિરીઝ રમાઇ રહી છે. સિરીઝની પ્રથમ મેચ રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની ધરાવતી ભારતીય ટીમે જીતી લીધી છે. આ સાથે જ કેપ્ટનશીપને લઇને રોહિત શર્માએ વિશ્વવિક્રમ પણ નોંધાવ્યો છે. ટી20 સિરીઝ બાદ બંને દેશો વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાનારી છે. ટેસ્ટ સિરીઝમાં પણ હવે રોહિત શર્મા નિયમીત કેપ્ટનના રુપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ નિભાવશે. આમ રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટના નિયમીત કેપ્ટન તરીકે નિયુક્ત થઇ ચુક્યો છે. રોહિતને ભારતીય ટીમનો સંપૂર્ણ કેપ્ટન બનાવવાને લઇને મુંબઇ ક્રિકેટ એસોસિએશન (Mumbai Cricket Association) પણ ખૂબ જ ખુશ છે. જે ખુશીને એક સન્માન સમારોહ દ્વારા વ્યક્ત કરવામાં આવશે

મુંબઈ ક્રિકેટ ટીમમાંથી જ નિકળીને ભારતીય ક્રિકેટ ટીમમાં પહોંચ્યો છે. તેણે મુંબઈ ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતુ. લાંબા સમય પછી, એમસીએ રોહિતનું અભિવાદન કરવા માંગે છે કારણ કે મુંબઈના ખેલાડીને તમામ ફોર્મેટમાં ભારતની કેપ્ટનશીપ મળવાની ખુશી છે. રોહિતનું સન્માન કરવાનો નિર્ણય ગુરુવારે મળેલી એમસીએની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એમસીએ એપેક્સ કાઉન્સિલના એક સભ્યએ પીટીઆઈને જણાવ્યું, “આજે એપેક્સ કાઉન્સિલની બેઠકમાં રોહિત શર્માને ત્રણેય ફોર્મેટના કેપ્ટન બનવા બદલ સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર અને શાર્દુલનુ પણ સન્માન

રોહિત ઉપરાંત ટીમ ઈન્ડિયામાં સારું પ્રદર્શન કરી રહેલા સૂર્યકુમાર યાદવ અને શાર્દુલ ઠાકુરનું પણ સન્માન કરવામાં આવશે. આ સાથે જ અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના ઓપનર અંગક્રિશ રઘુવંશીને પણ એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ સિવાય ઘરેલું ક્રિકેટમાં શાનદાર રન બનાવનાર પૃથ્વી શો અને સરફરાઝ ખાનને પણ સન્માનિત કરવામાં આવશે. આ સન્માન સમારોહ IPL 2022ની શરૂઆત પહેલા યોજાશે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

શરુઆતે જ રોહિત શર્મા ખીલ્યો

જો હાલની જ વાત કરવામાં આવે તો પહેલા વેસ્ટ ઇન્ડિઝ ટીમનો સફાયો કરી દીધો હતો. પહેલા વન ડે અને બાદમાં ટી20 ફોર્મેટમાં ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાનીમાં કેરેબિયન ટીમને કચડી નાંખ્યો હતુ. બંને સિરીઝમાં ભારતે 3-0 થી જીત મેળવી હતી. હવે શ્રીલંકા ભારતના પ્રવાસે આવ્યુ છે. ભારતે મહેમાન ટીમનુ સ્વાગત પણ આ જ રીતે કર્યુ છે. લખનૌમાં રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન ટીમે કરીને 62 રને શ્રીલંકા સામે જીત મેળવી છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: રવિન્દ્ર જાડેજાનુ પુષ્પાનો પ્રભાવ જારી, વિકેટ ઝડપી અલ્લૂ અર્જૂનના અંદાજમાં મનાવ્યો જશ્ન, VIDEO

આ પણ વાંચોઃ IPL 2022: ઇન્ડિયન પ્રિમીયર લીગ 26 માર્ચથી શરુ થશે, આ સ્થળો પર રમાશે ટૂર્નામેન્ટ, દર્શકોના પ્રવેશ મળવાને લઇને પણ BCCI નો નિર્ણય

 

 

Published On - 9:33 am, Fri, 25 February 22

Next Article