રોહિત શર્મા (Rohit Sharma) એ બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, “તે શ્રીલંકા (Sri Lanka Cricket) સામેની આગામી ટી20 સીરિઝ અને ટેસ્ટ સીરિઝ માટે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઉપ સુકાની બનાવવા પર ખુશ છે. તેણે કહ્યું કે જો કોઇ બોલર કે બેટ્સમેન લીડરશિપ ગ્રુપનો ભાગ બને છે તો તેને કોઇ જ તકલીફ નથી. બુમરાહને આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાં થયેલ વન-ડે સીરિઝ માટે પહેલીવાર ભારતનો ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેને આ ભુમિકા સોપવામાં આવી છે.
💬 💬 “Keep scoring runs and the opportunity will arise.”
Ahead of the @Paytm #INDvSL T20I series opener, #TeamIndia Captain @ImRo45 shares his message for all the batters playing in the ongoing #RanjiTrophy. 👍🏻 👍🏻 pic.twitter.com/Kz6ExofX4R
— BCCI (@BCCI) February 23, 2022
જસપ્રીત બુમરાહને લોકેશ રાહુલની ગેરહાજરીમાં શ્રીલંકા સામેની સ્થાનિક સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો છે. રાહુલ આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ માટે ભારતનો ઉપ સુકાની બન્યો હતો. જ્યારે રિષભ પંતને ટી20 સીરિઝમાં ઉપ સુકાની બનાવવામાં આવ્યો હતો. રિષભ પંતે પણ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી બ્રેક લીધો છે.
તેનાથી કોઇ ફર્ક નથી પડતો કે તે બેટ્સમેન છે કે બોલર. હું તેને સારી રીતે ઓળખું છું અને હું સમજુ છું કે તેની પાસે કેવું ક્રિકેટનું દિમાગ છે. લીડરશિપના રોલની ભુમિકામાં પગલું મુકવું તેના માટે સારૂ રહેશે. તે પોતાની રમતને એક આગળના લેવલ સુધી લઇ ગયો છે. મને વિશ્વાસ છે કે આગળ પણ તે વધતો રહેશે. આ ભુમિકા જે તેને મળી છે તેનાથી તેનો આત્મવિશ્વાસ વધારે વધશે.
આ વચ્ચે રોહિત શર્માએ એ પણ કહ્યું કે બુમરાહ, રાહુલ અને રિષભ પંત ટીમમાં લીડરશિપની ભુમિકા માટે મજબુત દાવેદાર છે. તેણે વધુમાં કહ્યું કે, “જો તમે જસપ્રીત બુમરાહ, લોકેશ રાહુલ અને રિષભ પંત વિશે વાત કરો છો તો આ તમામ લોકોએ ભારતીય ક્રિકેટમાં ભવિષ્યમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવવી પડશે.”
હાલમાં જ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પણ કહ્યું હતું કે અમે રોહિત શર્માની લીડરશિપમાં લોકેશ રાહુલ, રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સુકાની માટે ગ્રુપ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : IND vs SL: કોણ છે T20માં સિક્સર કીંગ? જુઓ છગ્ગા ફટકારનારા મહારથીઓનુ લીસ્ટ
આ પણ વાંચો : IND vs SL: વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા આ રેકોર્ડ પોતાના નામે કરી પહોંચી શકે છે નંબર 1 સ્થાન પર