
વર્લ્ડ કપ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સિલેક્શન કમિટિ દ્વારા ભારતના સાઉથ આફ્રીકા પ્રવાસ માટે ટી20 ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને આપી છે. જ્યારે રોહિત શર્માને ટી20 અને વનડેમાં આરામ આપવામાં આવ્યો છે, સાથે જ હાર્દિક પંડયા વર્લ્ડ કપ દરમિયાન ઘાયલ થયો હતો. જેના કારણે તેને 2 મહિનાનો આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2022માં છેલ્લીવાર ટી20માં ભારતની કેપ્ટનશીપ કરી હતી.
BCCI દ્વારા આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત પહેલા એવી ચર્ચા ચાલી રહી હતી કે રોહિત શર્માને ટી 20 ટીમની કપ્તાની સોંપવામાં આવશે, કારણકે ટી 20 વર્લ્ડ કપમાં મેનેજમેન્ટ રોહિતને જ ટીમની કપ્તાની કરતો જોવા માંગે છે, અને તેમણે આ માટે રોહિતને મનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે રોહિત હાલ સફેડ બોલ ક્રિકેટમાં આરામ કરવાની માંગ આકરી હતી જેને BCCIએ માન્ય રાખી હતી.
સંજુ સેમસનને ભારતીય વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ઈજામાંથી સ્વસ્થ થયેલા રજત પાટીદારને ભારતીય વનડે ટીમમાં જગ્યા મળી છે.સૂર્ય કુમાર યાદવને ભારતીય વનડે ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે કારણ કે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.
શ્રેયસ અય્યર ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે જગ્યા નથી. ભારતીય પસંદગી સમિતિએ ટેસ્ટમાં અજિંક્ય રહાણેના સ્થાને અય્યરને પસંદ કર્યો કારણ કે રહાણે અય્યરની ઈજા બાદ ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો. જેમ જેમ અય્યરે તેની ફિટનેસ પાછી મેળવી, પસંદગી સમિતિ અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને લાગ્યું કે અય્યરે ભારતીય ટીમમાં પરત ફરવું જોઈએ.
ભારતીય ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય T20 ટીમમાં કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત
Published On - 6:12 pm, Thu, 30 November 23