
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup)ની બીજી સેમીફાઈનલ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. રોહિત શર્મા મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુનો બોલ રોહિત શર્માના હાથમાં વાગ્યો જેના પછી તે ખૂબ જ ઈજામાં જોવા મળ્યો, જોકે તે પછી તેણે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી. હવે રોહિત શર્માએ પોતાની ઈજા અંગે અપડેટ આપી છે. રોહિત શર્માએ કહ્યું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને સેમીફાઈનલમાં રમશે.
રોહિત શર્માએ આગળ કહ્યું કે, મને મંગળવારના રોજ બોલ વાગ્યો હતો પરંતુ હવે હું એકદમ ફિટ છું. રોહિતે આ સિવાય દિનેશ કાર્તિક અને ઋષભ પંતના મુદ્દા પર મોટી વાત કહી છે. કોણ પ્લેઈંગ ઈલેવનમાં રમશે તે વાત હજુ સ્પષ્ટ નથી.
રોહિત શર્મા અને દિનેશ કાર્તિકના સિલેક્શનના મુદ્દા પર રોહિત શર્માએ કહ્યું કે, બંન્ને રહેશે. રોહિત શર્માએ સ્પષ્ટ જણાવ્યું નથી કે, પ્લેઈંગ ઈલેવનમાં કોણ રમશે. મીડિયા રિપોર્ટસ અનુસાર ઋષભ પંતને કાર્તિકના સ્થાન પર એન્ટ્રી મળી શકે છે.
કાર્તિક આ ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહ્યો છે અને ડાબા હાથના બેટ્સમેન તરીકે રિષભ પંત થોડો ઉંચો લાગે છે.
રોહિત શર્માએ સૂર્યકુમારની પ્રશંસા કરી હતી. સૂર્યા પર રોહિત શર્માએ કહ્યું દરેક સમયે ખુલ્લીને રમવાની આદત છે પછી ભલે સ્કોર 10- રન પર 2 વિકેટ પડી ગઈ કે પછી 100 રન પર 2 વિકેટ પડી હોય તેને કોઈ ફરક પડતી નથી. સૂર્યકુમારને દબાવ પસંદ છે. તેને વધુ દબાવમાં આવી રમવાની મજા આવે છે સાથે રોહિત શર્માએ ખુલાસો કર્યો કે, સૂર્યકુમાર યાદવને મોટું મેદાન પસંદ છે કારણ કે, નાના મેદાન પર ગેપ જોવા મળતો નથી.
રોહિત શર્માએ ઈંગ્લેન્ડને મજબૂત પ્રતિસ્પર્ધી ગણાવી હતી. તેમના મતે ઈંગ્લિશ ટીમ ખતરનાક છે અને તેઓ કોઈને પણ હરાવી શકે છે. તે જ સમયે, રોહિત શર્માએ કહ્યું, ‘નોકઆઉટ મેચોમાં પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે તમે એક ખરાબ નોકઆઉટ મેચથી ખેલાડીની આખી કારકિર્દી ખરાબ કહી શકતા નથી.
Published On - 11:52 am, Wed, 9 November 22