મને બસ ફક્ત વિશ્વકપ દેખાય છે ભાઈ, ચહેરો નહીં! રોહિત શર્માનો ઈમોશનલ વીડિયો વાયરલ

વિશ્વકપ ફાઈનલમાં ભારતીય ક્રિકેટ રસિકોનુ સપનુ રોળાઈ ગયુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં હાર થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી ભારતને હરાવ્યુ હતુ. રોહિત શર્માને પણ કરિયરનુ એક સપનુ હતુ અને જે છેક આવેલુ પુરુ થઈ શક્યુ નથી. અમદાવાદમાં મેચ બાદ રોહિત શર્મા પોતાના આંસૂઓને રોકી શક્યો નહોતો.

મને બસ ફક્ત વિશ્વકપ દેખાય છે ભાઈ, ચહેરો નહીં! રોહિત શર્માનો ઈમોશનલ વીડિયો વાયરલ
રોહિત શર્માનો ઈમોશનલ વીડિયો
| Edited By: | Updated on: Nov 20, 2023 | 12:38 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા આસાન લક્ષ્ય મહત્વની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રાખ્યુ હતુ. જેને માત્ર ચાર વિકેટ ગુમાવીને ઓસ્ટ્રલિયાએ સરળતાથી પાર કરી લઈને વિશ્વ ચેમ્પિયન ફરી એકવાર બનવામાં સફળતા મેળવી હતી. આ સાથે જ ભારતીય સુકાની રોહિત શર્મા, ખેલાડીઓ અને ભારતીય ક્રિકેટના કરોડો ચાહકો નિરાશ થયા હતા.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં કરિયર બનાવવા શું કરવું પડે, નેશનલ ટીમમાં કેવી રીતે થાય સિલેક્શન? જાણો

ફાઈનલમાં હાર બાદ હવે રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કહેતાં સાંભળવા મળી રહ્યો છે કે, તે કરિયરમાં એક વાર વિશ્વકપની ટ્રોફી ઉઠાવતા જોવાનુ ઈચ્છે છે. તે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી રહ્યો હતો. પરંતુ હાર બાદ હવે તેનો આ વીડિયો ફરી એકવાર સોશીયલ મીડિયા પર ફરતો થવા લાગ્યો છે.

રોહિત પાસે શાનદાર મોકો હતો

આ વખતે રોહિત શર્મા પાસે એક શાનદાર ટીમ હતી. વિશ્વમાં સૌથી મજબૂત ટીમ હાલમાં ભારતીય ટીમને માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં રોહિત શર્માના હાથમાં વિશ્વકપ ટ્રોફી ઉઠાવવાનો મોકો હતો. પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો આ સૌથી સોનેરી મોકો હતો. ટીમ ઈન્ડિયા પાસે તમામ કન્ડીશ પોતાની તરફ હતી, ચાહકોનો સપોર્ટ પણ મેદાન પર હાજર હતો. પરંતુ આ સપનુ પુરુ થઈ શક્યુ નહીં.

ટીમ ઈન્ડિયા વિશ્વકપ 2023માં શાનદાર રમત રમી હતી. શરુઆતથી સેમીફાઈનલ સુધી જબરદસ્ત પ્રદર્શન વડે સળંગ જીત મેળવી હતી. ટૂર્નામેન્ટમાં એક માત્ર હાર નોંધાઈ હતી અને જે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર વિશ્વકપ પોતાને નામે કર્યો હતો.

શુ કહે છે વીડિયોમાં?

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, રોહિત શર્મા પોતાના દિલની વાત કહી રહ્યો છે. જે એક સ્પોર્ટ્સ પત્રકારને ઈન્ટરવ્યૂ આપતા કહે છે કે, મને વિશ્વકપ દેખાય છે ભાઈ. ફક્ત ચહેરો નહીં બસ વિશ્વકપ જ દેખાય છે. જે નાના નાના ત્રણ પિલર પર બનેલ છે અને તેના પર ગ્લોબ રાખ્યો છે. વિશ્વકપમાં મારા તરફથી એક સદી વાગે કે બે કે ના પણ નિકળે, પરંતુ વિશ્વકપ જીતવાનો છે. આ મુખ્ય ગોલ છે.

 

 

વિશ્વકપને લઈ એશિયા કપ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં પણ રોહિત શર્મા કહેતો નજર આવી રહ્યો હતો કે, ફટાકડાં વિશ્વકપ જીતવા બાદ ફોડો. રોહિત શર્મા વિશ્વ કપ જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો, આ માટે તેણે જીવ રેડી દેતી મહેનત લગાવી દીધી હતી. પરંતુ અંતે નિરાશ સાથે વિશ્વકપની સફર પુરી થઈ હતી.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 12:37 pm, Mon, 20 November 23