Cricket Video: આ તો ખેલાડી છે કે સુપરમેન ! અકલ્પનિય કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા, જુઓ

|

Feb 26, 2022 | 9:17 AM

કેટલીકવાર એવા કેટલાક આશ્વર્યજનક કેચ હોય છે જે વિચાર કરતા મુકી દેતા હોય છે. તમને આશ્ચર્ય થાય કે આ કેવી રીતે થયું. આ પણ કેચ એવો જ છે.

Cricket Video: આ તો ખેલાડી છે કે સુપરમેન ! અકલ્પનિય કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા, જુઓ
Ford Trophy ની ફાઇનલમાં આ આશ્વર્યજનક ચેક ઝડપ્યો હતો

Follow us on

ક્રિકેટમાં કેચ પકડવાથી મેચ બને છે. હારી બાજી પણ પલટાઇ જતી હોય છે. આવું ઘણી વખત બનતું બતાવવામાં આવ્યું છે. પરંતુ કેટલીકવાર એવા કેટલાક કેચ હોય છે જે આશ્ચર્યજનક હોય છે. તમને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે થયું, આ બિલકુલ શક્ય નથી. આવો જ એક કેચ જેને કારણે આંગળીઓને દાંત નીચે દબાવવાની ફરજ પડી હતી તે ન્યૂઝીલેન્ડ (New Zealand) માં રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમિયાન પકડાયો હતો. આ મેચ ફોર્ડ ટ્રોફી (Ford Trophy) ની ફાઇનલમાં હતો અને બે ફાઇનલિસ્ટ ટીમો સામ-સામે હતી, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ અને ઓકલેન્ડ. હવે આ મેચમાં રોબર્ટ ઓ’ડોનેલ (Robert O’Donnell) દ્વારા એવો કેચ પકડાયો, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેને પકડનાર ખેલાડીને જોઈને એવું લાગતું હતું કે તે કોઈ સુપરમેન છે.

અવિશ્વસનીય કેચની આ ઘટના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ઇનિંગ દરમિયાન બની હતી. આ શાનદાર કેચ દ્વારા તેની પ્રથમ વિકેટ પડી હતી. ઓપનિંગ કરવા માટે બેટ્સમેન વિકેટકીપર બેલી વિગિન્સ હતો અને બોલર લોકી ફર્ગ્યુસન હતો. આ કેચ પકડનાર ખેલાડી રોબર્ટ ઓ’ડોનેલ હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પ્લેયર કે સુપરમેન?

આ કેચ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર લેવામાં આવ્યો હતો. જે ખરા અર્થમાં કેચ ન હતો, પરંતુ તે બનાવવામાં આવ્યો હતો. ફિલ્ડર રોબર્ટ ઓ’ડોનેલે પોતાના પ્રયાસથી તેને કેચમાં ફેરવી દીધો. અને, તેણે જે રીતે આ કર્યું તેનાથી બધા અવાચક થઈ ગયા. જાણે કે તે ખરેખર સુપરમેન હોય.

આ અદ્ભુત કેચ પકડનાર રોબર્ટ ઓ’ડોનેલ તેની ટીમ ઓકલેન્ડનો કેપ્ટન પણ છે. હવે જરા વિચારો કે જ્યારે કેપ્ટન પોતે જ આવો કેચ પકડે તો ટીમનો ઉત્સાહ ક્યાં પહોંચશે. આ અવિશ્વસનીય કેચને કારણે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના બેટ્સમેનની ઇનિંગ 14 રનથી આગળ વધી શકી ન હતી અને તે લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો.

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ 213 રનમાં ઓલઆઉટ

લોકી ફર્ગ્યુસને આ મેચમાં 10 ઓવર નાખી 32 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સમયે, કેપ્ટન રોબાર્ડ ઓ’ડોનેલે તેના આશ્ચર્યજનક કેચ બાદ મેચમાં વધુ એક કેચ લીધો હતો. પરિણામ એ આવ્યું કે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ટીમ 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

 

આ પણ વાંચોઃ Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ

આ પણ વાંચોઃ Strandja Memorial Boxing: નિક્હત ઝરીન સાથે નીતુ યુક્રેનની બોક્સરને હરાવી ફાઇનલમાં પહોંચી, હવે ગોલ્ડ પર બતાવશે દમ

 

Published On - 9:16 am, Sat, 26 February 22

Next Article