Rishabh Pant Recovery: રિષભ પંતે નેટ્સમાં બેટિંગ શરૂ કરી, BCCIએ રિકવરી અંગેના શેર કર્યા સમાચાર

|

Jul 21, 2023 | 10:06 PM

રિષભ પંતે તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પહેલીવાર વેઈટ ટ્રેનિંગ અને બેલેન્સ ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ રિષભ પંતે પ્રથમ વખત વિકેટકીપિંગ અને બેટિંગ પ્રેક્ટિસ કરી છે.

Rishabh Pant Recovery: રિષભ પંતે નેટ્સમાં બેટિંગ શરૂ કરી, BCCIએ રિકવરી અંગેના શેર કર્યા સમાચાર
Rishabh Pant

Follow us on

વર્લ્ડ કપ 2023ને (World Cup 2023) આડે હજુ લગભગ અઢી મહિના બાકી છે અને ધીરે ધીરે ભારતીય ક્રિકેટ ટીમને એવા સમાચાર મળી રહ્યા છે, જે ટીમની તાકાત તો વધારશે જ પરંતુ તેનું મનોબળ પણ વધારશે. આમાં સૌથી સારા સમાચાર સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)ની ફિટનેસ પર આવ્યા છે, જે એક ખતરનાક કાર અકસ્માત બાદ મેદાનની બહાર છે અને સંપૂર્ણ રીતે ફિટ થવા માટે સખત મહેનત કરી રહ્યો છે. BCCIએ પંતને લઈને એક નવું અપડેટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે તેણે બેટિંગ અને વિકેટકીપિંગ શરૂ કરી દીધી છે.

NCAમાં રિકવરી

રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ અકસ્માત થયો હતો, જેમાં તેના ઘૂંટણમાં સૌથી વધુ ઈજા થઈ હતી. ત્યારથી તે મેદાનની બહાર છે. જાન્યુઆરીમાં પંતની ઘૂંટણની સર્જરી થઈ હતી અને તેમાંથી સાજા થયા બાદ પંત બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

પંતની રિકવરી ઝડપથી થઈ રહી છે

જ્યારથી પંતનું રિહેબિલિટેશન શરૂ થયું ત્યારથી તેની રિકવરીની ઝડપે NCA મેડિકલ ટીમ અને BCCIને પ્રભાવિત કર્યા છે. હવે BCCIએ પંતના ઝડપી રિકવરી અંગેના સૌથી સારા સમાચાર શેર કર્યા છે. ભારતીય બોર્ડે શુક્રવાર, 21 જુલાઈના રોજ 5 ઘાયલ ખેલાડીઓની સ્થિતિ અંગે અપડેટ જાહેર કર્યું હતું.

બેટિંગ બાદ વિકેટકીપિંગ પ્રેક્ટિસ

BCCIએ તેના અપડેટમાં જણાવ્યું છે કે પંતે તેની રિકવરીમાં ઘણી પ્રગતિ કરી છે અને હવે તેણે નેટ્સમાં બેટિંગ શરૂ કરી છે. પંતનું બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. પહેલાથી જ એવું માનવામાં આવતું હતું કે પંત સૌથી પહેલા બેટિંગ પ્રેક્ટિસ જ શરૂ કરશે ત્યારબાદ તે ફિટનેસના આધારે વિકેટકીપિંગ પ્રેક્ટિસ શરૂ કરશે.

પંતને જમણા ઘૂંટણમાં સૌથી ગંભીર ઈજા

BCCI અપડેટમાં આનાથી પણ સારા સમાચાર એ છે કે પંતે તેની સૌથી મુશ્કેલ તાલીમ શરૂ કરી છે, જે આટલી જલ્દી શરૂ થવાની અપેક્ષા બહુ ઓછા લોકોને હતી. બેટિંગની સાથે પંતે નેટ્સમાં વિકેટકીપિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે, જે તેના માટે સરળ નથી કારણ કે તેને તેના જમણા ઘૂંટણમાં સૌથી ગંભીર ઈજા થઈ હતી.

આ પણ વાંચો : Breaking News: IND vs PAK: Emerging Asia Cup ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર

શું પંત વર્લ્ડ કપમાં વાપસી કરશે?

BCCIના આ અપડેટ્સે ટીમ ઈન્ડિયાના ચાહકોના મનમાં એક આશા જગાવી છે કે શું પંત વર્લ્ડ કપમાં વાપસી કરી શકશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ લગભગ અઢી મહિનાનો સમય બાકી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે પૂરતો સમય છે, પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત એક મહિના અગાઉ એટલે કે લગભગ 5 સપ્ટેમ્બર સુધીમાં કરવી પડશે. આવી સ્થિતિમાં, પંત ત્યાં સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:03 pm, Fri, 21 July 23

Next Article