Rishabh Pant એ પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ, MS Dhoni જેવા ખેલાડીઓને પાછળ છોડ્યા

Cricket : રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં 113 બોલમાં 125 રન બનાવ્યા હતા. આ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Rishabh Pant એ પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ, MS Dhoni જેવા ખેલાડીઓને પાછળ છોડ્યા
Rishabh Pant (PC: Twitter)
| Edited By: | Updated on: Jul 18, 2022 | 8:05 AM

ભારતે (Team India) ત્રીજી ODI મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું અને ત્રણ મેચની વન-ડે સીરિઝ 2-1 થી પોતાના નામે કરી ઇતિહાસ રચ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમે 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 41.1 ઓવરમાં 5 વિકેટે 261 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ એક સમયે 72 રનમાં 4 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી ત્યારે રિષભ પંતે અણનમ સદી ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. રિષભ પંત (Rishabh Pant) એ 113 બોલમાં 125 રન બનાવ્યા હતા. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

રિષભ પંતે પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ

તો રિષભ પંતે આ મેચમાં ખૂબ જ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. હકિકતમાં રિષભ પંત (Rishabh Pant) એ ત્રણેય ફોર્મેટમાં વિદેશી ધરતી પર ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. રિષભ પંતનો વિદેશી ધરતી પર ટેસ્ટ મેચોમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 159 રન છે. તો ODI ક્રિકેટ (ODI Cricket) માં આ વિકેટ કીપર બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર વિદેશી ધરતી પર 125 રન છે.

 

ભારતીય વિકેટકીપર તરીકે રિષભ પંતનો ત્રણેય ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોરઃ

વિદેશી ધરતી પર ટેસ્ટમાંઃ રિષભ પંત 159* રન
વિદેશી ધરતી પર વન-ડેમાંઃ રિષભ પંત 125* રન
વિદેશી ધરતી પર ટી20માંઃ રિષભ પંત 65* રન

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરી અણનમ રહેનાર ભારતીય વિકેટકીપર

ધોનીઃ 183* vs શ્રીલંકા, 2005
ધોનીઃ 139* vs ઓસ્ટ્રેલિયા, 2013
રિષભ પંતઃ 125* vs ઇંગ્લેન્ડ, 2022
ધોનીઃ 113* vs પાકિસ્તાન, 2012

ભારતીય ટીમે વન-ડે સીરિઝ 2-1 થી જીતી લીધી

વિદેશી ધરતી પર ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિષભ પંત (Rishabh Pant) ના નામે છે. રિષભ પંતનો વિદેશી ધરતી પર T20 ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 65 છે. વિદેશી ધરતી પર ભારતીય વિકેટ કીપર બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ સાથે જ ભારતીય ટીમે ત્રીજી અને છેલ્લી વનડેમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી અને ઇતિહાસ રચ્યો હતો.