ઋષભ પંત ટૂંક સમયમાં મેદાન પર મચાવશે ધૂમ, વીડિયો જોઈને તમે પણ હિંમતને કરશો સલામ

ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેનો વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે જલ્દી મેદાનમાં પરત ફરી શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંત આઈપીએલ 2024માં રમતો જોવા મળી શકે છે.

ઋષભ પંત ટૂંક સમયમાં મેદાન પર મચાવશે ધૂમ, વીડિયો જોઈને તમે પણ હિંમતને કરશો સલામ
| Updated on: Dec 06, 2023 | 3:43 PM

ઋષભ પંત ધીમે ધીમે પોતાને રિકવર કરી રહ્યો છે. ગયા વર્ષે તે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતને કારણે તેની કારકિર્દી પર પણ સવાલો ઉભા થયા હતા. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. તે વર્લ્ડ કપમાં પણ રમી શક્યો ન હતો. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 2024 સીઝનમાં વાપસી કરી શકે છે.

પંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો

પંતને દિલ્હી કેપિટલ્સે આ વર્ષે રિલીઝ કરી નાંખ્યો છે. ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસ માટે પણ તેની પસંદગી કરવામાં આવી નથી. પંત છેલ્લા 9 મહિનાથી ખેલાડીઓ સાથે જાદવપુર યૂનિવર્સિટીમાં કેપમાં સામેલ છે. જેનાથી ક્રિકેટના મેદાનમાં વાપસીના અહેવાલો પણ મળી રહ્યા છે. આ વચ્ચે પંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જીમમાં મહેનત કરી રહ્યો છે. આ વીડિયોની સાથે તેમણે કેપ્શન આપ્યું છે. વાપસીની તૈયારી

 

 

શું પંત IPLની આગામી સિઝનમાં રમશે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી, જે દિલ્હી કેપિટલ્સના ટીમ ડાયરેક્ટર છે, તેણે આશા વ્યક્ત કરી છે કે પંત IPLની આગામી સિઝનમાં રમશે. તેણે ગયા મહિને કેમ્પ બાદ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘પંત હવે સ્વસ્થ છે. તે IPLની આગામી સિઝનમાં રમશે.બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની રિકવરી પર નજર રાખી રહી છે. તે છેલ્લે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ પ્રવાસ પર રમ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરુ થઈ રહ્યો છે. આ પ્રવાસ પર 10 ડિસેમ્બર 2023થી 7 જાન્યુઆરી 2024 સુધી ભારતને 8 મેચ રમવાની છે. આ પ્રવાસની શુરઆત ટી 20 સિરીઝ થી શરુ થશે જ્યારે અંત ટેસ્ટ સિરીઝથી થશે.ભારતીય ટીમ પાસે 26 ડિસેમ્બરથી શરૂ થનારી 2 ટેસ્ટ મેચની સિરીઝ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક હશે.

આ પણ વાંચો : કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો