Rishabh Pant એ શેમ્પેઈન બોટલ આપી રવિ શાસ્ત્રીનો દિવસ બનાવી દીધો, ટીમ ઈન્ડિયાની જીત બાદ VIDEO વાયરલ

|

Jul 18, 2022 | 9:20 AM

ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બન્યા બાદ જ્યારે ઋષભ પંત (Rishabh Pant) ને એવોર્ડ સાથે શેમ્પેનની બોટલ મળી તો તે સીધો રવિ ભાઈ પાસે લઈ ગયો. ઋષભ પંતે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને શેમ્પેનની બોટલ પકડાવતો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

Rishabh Pant એ શેમ્પેઈન બોટલ આપી રવિ શાસ્ત્રીનો દિવસ બનાવી દીધો, ટીમ ઈન્ડિયાની જીત બાદ VIDEO વાયરલ
Rishabh Pant એ મેચ પુરસ્કાર બાદ રવિ શાસ્ત્રી પાસે પહોંચ્યો

Follow us on

શેમ્પેન બોટલ જોઈને જ આનો મને શું ફાયદો? પ્લેયર ઓફ ધ મેચ જીત્યા બાદ શેમ્પેનની બોટલ હાથમાં આવી ત્યારે ઋષભ પંતે (Rishabh Pant) પણ કંઈક આવું જ વિચાર્યું હશે. તેથી તેણે તે વ્યક્તિને તે શેમ્પેનનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો. અને આ માટે ઋષભ પંતે રવિ શાસ્ત્રી (Ravi Shastri) ને પસંદ કર્યા. ટીમ ઈન્ડિયા (Team India) ની જીતનો હીરો બન્યા બાદ પંતને જ્યારે એવોર્ડ સાથે શેમ્પેનની બોટલ મળી તો તે સીધો પોતાના રવિ ભાઈ પાસે લઈ ગયો. ઋષભ પંતનો રવિ શાસ્ત્રીને શેમ્પેનની બોટલ પકડાવતો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

ઋષભ પંતે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી વનડે શ્રેણીની નિર્ણાયક મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 125 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત તરફ દોરી. આ તેની વનડે કારકિર્દીની પ્રથમ સદી પણ છે.

સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ

પંતે રવિ શાસ્ત્રીને શેમ્પેન આપ્યું

ઋષભ પંતને માન્ચેસ્ટરમાં તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પંતને તેની ટ્રોફી મળી તો તેને તેની સાથે શેમ્પેનની બોટલ પણ મળી. પંતે જઈને રવિ શાસ્ત્રીને આપ્યું. મેદાનની વચ્ચે બનેલી આ ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

 

 

પંત અને પંડ્યાના દમ પર ભારતે જીત મેળવી

ઋષભ પંત ક્રિઝ પર પહોંચ્યો હતો ત્યારે, સ્થિતી મુશ્કેલ હતી. ભારતીય ટીમનો ટોપ ઓર્ડર સસ્તામાં આઉટ થઈને પેવિલેયન પરત ફરી ચુક્યો હતો. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા સાથે મળીને તેણે ભારતીય ઇનિંગ્સને માત્ર સંભાળી જ નહીં પરંતુ મક્કમતા પૂર્વક વિજય અપાવવા સુધી પહોંચાડી હતી. પંત અને પંડ્યા વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી ભારતને જીતની ખૂબ નજીક લઈ ગઈ હતી. પંડ્યા અડધી સદીની ઇનિંગ રમીને આઉટ થયો હતો. પરંતુ પંત ​​અંત સુધી સ્થિર રહ્યો હતો. તેણે ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરીને રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રથમ બેટીંગ કરતા ઇંગ્લેન્ડે ભારત સામે 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ 47 બોલ પહેલા જ 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઈંગ્લેન્ડમાં આ તેની ત્રીજી વનડે શ્રેણી જીત છે. પંત અને પંડ્યાની જોરદાર રમતના કારણે જ ભારતની આ શ્રેણી જીત શક્ય બની છે.

 

 

Published On - 8:54 am, Mon, 18 July 22

Next Article