રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થતાં ભારતીય ક્રિકેટને આઘાત લાગ્યો હતો. આ અકસ્માતમાં પંતને એટલી ગંભીર ઈજા થઈ હતી કે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. આ કારણે પંત IPL 2023માં રમી શક્યો નહોતો. આ સિવાય તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ રમી શક્યો ન હતો. તેની રિકવરીને લઈ હાલ સારા સમાચાર સામે આવ્યા છે.
પંત હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેની ઝડપી રિકવરી જોઈને BCCI ઓફિશિયલ્સ અને ડોકટર પણ શોકમાં છે. પંતને Ligaments ઇન્જરી થઈ હતી, જેના માટે તેની સર્જરી પણ કરવામાં આવી હતી.
BCCI is attempting to fast track Rishabh Pant’s rehab to try & get him ready for the World Cup 2023 as the fast recovery has surprised BCCI & NCA. [Espn Cricinfo] pic.twitter.com/5mYXE4hHM1
— Johns. (@CricCrazyJohns) June 15, 2023
વેબસાઈટ ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, BCCI પંતને ઝડપથી રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તે આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયાર થઈ શકે. પંતના સ્વસ્થ થવામાં ઘણો સમય લાગશે. તેના વિશે એવા અહેવાલ હતા કે તે 2023માં કોઈ ક્રિકેટ રમી શકશે નહીં. પંતે હાલમાં જ ચાલવાનું શરૂ કર્યું છે. પંત ફિઝિયો એસ રજનીકાંત સાથે કામ કરી રહ્યો છે અને આ સમયે તેનું ધ્યાન પંતના શરીરને ઠીક કરવા પર છે.
રજનીકાંત એ જ ફિઝિયો છે જેણે અગાઉ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મુરલી વિજય સાથે તેમની ઇજાઓ પર કામ કર્યું છે. પંતની રિકવરીમાં એક્વા થેરાપી, લાઇટ સ્વિમિંગ, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
Not bad yaar Rishabh ❤️❤️😂. Simple things can be difficult sometimes 😇 pic.twitter.com/XcF9rZXurG
— Rishabh Pant (@RishabhPant17) June 14, 2023
આ પણ વાંચોઃ એશિયા કપની જાહેરાત થતા જ ટીમ ઈન્ડિયાને મળ્યા સારા સમાચાર, બે સ્ટાર ખેલાડીઓ કરશે વાપસી
પંત દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેનો અકસ્માત થયો હતો. આ પછી તેણે મુંબઈમાં સર્જરી કરાવી અને પછી NCA ગયો.નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ VVS લક્ષ્મણની દેખરેખ હેઠળ પંતની સંપૂર્ણ સંભાળ રાખવામાં આવી રહી છે અને તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.