Rishabh Pant Injured: ઋષભ પંતને 3 બોલમાં 3 વાર વાગ્યુ, મેદાન છોડીને જવુ પડ્યુ, જુઓ Video

IND-A vs SA-A: ભારત-A કેપ્ટન ઋષભ પંતને બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાન છોડવું પડ્યું. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ત્શેપો મોરેકીના બોલથી તે ઘાયલ થયો.

Rishabh Pant Injured:  ઋષભ પંતને 3 બોલમાં 3 વાર વાગ્યુ, મેદાન છોડીને જવુ પડ્યુ, જુઓ Video
| Updated on: Nov 08, 2025 | 2:31 PM

IND-A vs SA-A: ક્રિકેટર ઋષભ પંતને લઇને ફરીથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તે ફરીથી ગંભીર રીતે ઘાયલ થયા છે.  ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A વચ્ચેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. મેચના ત્રીજા દિવસે કેએલ રાહુલ વહેલા આઉટ થઈ ગયો. મેદાન પર આવેલા કેપ્ટન ઋષભ પંતે આક્રમક બેટિંગ શરૂ કરી. જોકે, તેની બેટિંગ લાંબો સમય ટકી ન શકી. તેને ત્રણ બોલમાં ત્રણ વાર બોલ વાગ્યો અને તે પીડાથી ખૂબ જ રડતો પેવેલિયન પાછો ફર્યો.

ઋષભ પંતને કેવી રીતે ઈજા થઈ?

બેંગલુરુમાં રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઋષભ પંતે મજબૂત શરૂઆત કરી. દરમિયાન, દક્ષિણ આફ્રિકા A ના ફાસ્ટ બોલર ત્શેપો મોરેકીના ત્રણ બોલ ત્રણ વાર વાગ્યા બાદ ઋષભ પંત પીડાથી કણસવા લાગ્યો. પહેલો બોલ તેના હેલ્મેટમાં વાગ્યો. થોડીવાર પછી, ત્શેપો મોરેકીનો બીજો બોલ ઋષભ પંતના ડાબા કોણીમાં વાગ્યો.


પંત રમવાનું ચાલુ રાખ્યું, પરંતુ તે જ બોલરના બીજા બોલથી ત્રીજી વાર વાગતાં તેને મેદાન છોડવાની ફરજ પડી. આ મોરેકીનો બોલ પંતના પેટમાં વાગ્યો. ત્યારબાદ પંતે 22 બોલમાં 17 રન બનાવ્યા બાદ નિવૃત્ત હર્ટ થયો, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ ઇનિંગમાં, ઋષભ પંત 20 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, મેચના ત્રીજા દિવસે ઇન્ડિયા A ની શરૂઆત ખરાબ રહી.

બીજી ઇનિંગમાં ઇન્ડિયા A ની ખરાબ શરૂઆત

મેચના ત્રીજા દિવસે, કેએલ રાહુલ 60 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો, જેમાં ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ભારત Aનો પહેલો દાવ 255 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા Aએ તેમની પહેલી દાવમાં 221 રન બનાવ્યા હતા. ભારત Aનો બીજો દાવ ખરાબ શરૂઆતનો રહ્યો. ઓપનર અભિમન્યુ ઈશ્વરન પણ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. સાઈ સુદર્શને 38 બોલમાં 23 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. દેવદત્ત પડિકલે 42 બોલમાં 24 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો